Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ

હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ

CSC, E-Gram, N-Code એજન્સીના તાલુકા કિઓસ્ક પરથી બનતુ કાર્ડ હવેથી કોઈ પણ લાભાર્થી અને પરિવારના સભ્યોનું BIS એપ્લીકેશન ૨.૦ નવું વર્ઝન પરથી આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા બનાવી શકશે.

Rajpipla October 17, 2023
હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ

હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ

રાજપીપલા : રાજય સરકારે અમલમાં મુકેલ મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય યોજના અંતર્ગત તેમજ ગ્રામ્ય-શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજીક, આર્થિક અને જાતી આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં સમાવિષ્ટ પરિવારો (SECC) પરિવારોને રૂ ૫(પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. જેમાં પ્રાથમિક,સેકન્ડરી,  ભીર બીમારીઓની નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેશ સારવાર મળવા પાત્ર છે. આ યોજના અંતર્ગત અધ્યતન સુવિધાવાળી સરકારી, અર્ધસરકારી, ટ્રસ્ટ હોસ્પિટલ, યોજનામાં સલગ્ન ખાનગી હોસ્પિટલો મફતમાં સારવાર મળવા પાત્ર છે.

આયુષ્યમાન ભારત યોજના અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢક માહિતી આપતા જણાવ્યું કે, અગાઉ CSC, E-Gram, N-Code એજન્સીના તાલુકા કિઓસ્ક પરથી કાર્ડ બનતું હતું. હવેથી કોઈ પણ લાભાર્થી BIS એપ્લીકેશન ૨.૦ નવું વર્ઝન આવવાથી ઘરે બેઠા પોતાનું
અને તેઓના પરિવારના સભ્યોનું આયુષ્યમાન કાર્ડ ઘરે બનાવી શકે છે. તેમજ હાલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પરિવાર દીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, રાશન લેતા એન.એફ.એસ.એ.ના કુટુંબનો રાશનકાર્ડ ધારકો સરળતાથી PMJAY યોજનાનો લાભ લઈ શકે છે. જેના માટે પી.એમ.જે.એ.વાય-મા યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS ૨.૦ એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ સૌ પ્રથમ google play Store પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરવી અથવા ઓનલાઈન https://beneficiary.nha.gov.in વેબ સાઈટ પરથી પણ કરી શકાય છે. યુઝર લૉગિન માટે પોતાનો મોબાઈલ નંબર થકી અને તેના પર મળેલ OTP થકી લૉગિન કરી શકાય છે. જેમાં નામ/આધારકાર્ડ નંબર રેશનકાર્ડ થકી પાત્રતા ચકાસવાની હોય છે ત્યારબાદ રાશન લેતાં એન.એફ.એસ.એ.નો કુટુંબનો રાશનકાર્ડનો નંબર ફેમિલી આ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબનાં તમામ સભ્યોની વિગતો બતાવશે. ત્યારબાદ પાત્રતા ધરાવતા લાભાર્થી થકી પોતાના તેમજ પરિવારના બાકી રહેલ સભ્યોની વિગતો આધાર E-KYC (જેવા કે આધાર OTP થકી/અંગૂઠાની છાપ થકી/FACE Reader થકી) એન્ટ્રી કરી શકે છે. આ બધી જરૂરી વિગતો ભરી/OTP વગેરે વેરિફાઇડ કરી મોબાઈલમાં તમારો ફોટો પાડી અપલોડ કરવાનો હોય છે ત્યારબાદ તમારા વિગતોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થાય છે. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આપ તેમજ આપના પરિવારના આયુષ્યમાન કાર્ડ બે મિનિટ અંદર ડાઉનલોડ (PDF સ્વરૂપે) કરી શકશો.

વધુ માહિતી માટે તમે નજીકના આરોગ્ય કેન્દ્ર/યોજના સાથે જોડાયેલ સલગ્ન હોસ્પિટલો પર જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો. તેમજ ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર કોલ કરી માહિતી મેળવી શકો છો તેમજ આ યોજન હેઠળ વિશેષ ગાઇડલાઇન ટુક સમયમાં આપવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકે અનુરોધ કર્યો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

શેરબજાર બંધઃ ભારતીય શેરબજારમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો, શેરબજાર લાલ નિશાન સાથે બંધ
શેરબજાર બંધઃ ભારતીય શેરબજારમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો, શેરબજાર લાલ નિશાન સાથે બંધ
January 25, 2024

શેરબજાર બંધઃ ભારતીય શેરબજારમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે. આઈટી, ફિન સર્વિસ, ફાર્મા અને એફએમસીજી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express