વનઓટીટી ઇન્ટરટેઇનમેન્ટ રજૂ કરે છે તેની એન્ટરપ્રાઇઝ નેટવર્કિંગ સોલ્યુશન્સ બ્રાન્ડ ‘સેલેરિટિX’
ભારતની ચોથા ક્રમની મોટી ખાનગી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (HGS)ની બ્રોડબેન્ડ પેટાકંપની વનઓટીટી (ONEOTT) ઇન્ટરટેઇનમેન્ટ લિમિટેડ (OIL) એ તેનાં બીટુસી બિઝનેસ દ્વારા ટેકનોલોજી અને ડોમેન નોલેજમાં પ્રાપ્ત કરેલી નિપુણતાનો લાભ લઈને ભારતમાં ઝડપથી વૃધ્ધિ પામી રહેલાં એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સમાં પ્રવેશવાની જાહેરાત કરી છે.
મુંબઇ, 23 ઓગસ્ટ, 2023: ભારતની ચોથા ક્રમની મોટી ખાનગી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (HGS)ની બ્રોડબેન્ડ પેટાકંપની વનઓટીટી (ONEOTT) ઇન્ટરટેઇનમેન્ટ લિમિટેડ (OIL) એ તેનાં બીટુસી બિઝનેસ દ્વારા ટેકનોલોજી અને ડોમેન નોલેજમાં પ્રાપ્ત કરેલી નિપુણતાનો લાભ લઈને ભારતમાં ઝડપથી વૃધ્ધિ પામી રહેલાં એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સમાં પ્રવેશવાની જાહેરાત કરી છે.
નવી બ્રાન્ડ-સેલેરિટીX કોઇ પણ પ્રકારનાં વ્યાપ કે મજબૂતાઇ ધરાવતા ઉદ્યોગસાહસિક ગ્રાહકો માટે બીસ્પોક ડિજિટલ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો ઓફર કરે છે. ‘સેલેરિટીX’ શબ્દ Celerity (એટલે કે તેજ અથવા ઝડપી) અને Xમાંથી બન્યો છે, જે એડવાન્સ્ડ, અત્યાધુનિક ટેકનોલોજી સૂચવે છે. આ બ્રાન્ડ નેમ ઝડપ, ચપળતા અને ટેકનોલોજીનાં ગુણોની પુષ્ટિ કરે છે. ‘સેલેરિટીX’ બે ક્લિક કરવા જેટલી સરળતાથી નેટવર્કિંગ કરી આપે છે. બ્રાન્ડ અત્યાધુનિક બ્રોડબેન્ડ ઓવર સેટેલાઇટ(BoS), ફાઇબર અને 5G MESH નેટવર્ક્સ સહિતનાં સર્વગ્રાહી એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ ઉપરાંત ઓન- પ્રિમાઇસ, ક્લાઉડ અને પ્લેટફોર્મ ઇકોનોમી વાતાવરણમાં ઝીરો-ટચ ડિજિટલી ઇનેબલ્ડ ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ ઓફર કરે છે. ઉદ્યોગસાહસના કદ અને વ્યાપની પરવા કર્યા વિના ‘સેલેરિટીX’ સોલ્યુશન્સ બિઝનેસને કાર્યક્ષમતા અને કામગીરીની નવી ઊંચાઇ હાંસલ કરવામાં મદદ કરશે, જેમાં ઉત્પાદકતામાં મહત્વપૂર્ણ સુધારો અને ખર્ચમાં નિશ્ચિત ઘટાડોનો સમાવેશ થાય છે.
લોંચ અંગે બોલતા HGS ખાતે હોલ-ટાઇમ ડિરેક્ટર અને ડિજિટલ મિડીયા બિઝનેસના હેડ વિન્સ્લી ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, “અમે CelerityXને બિઝનેસ વર્લ્ડમાં રજૂ કરતાં રોમાંચ અનુભવીએ છીએ. આ બ્રાન્ડ ઝડપ, કામગીરી અને વિશ્વસનિયતાની માંગણી કરતા ઉદ્યોગસાહસો માટે નેટવર્કિંગને ઝડપી અને સરળ બનાવવા માટે અમારા મૂલ્ય પ્રસ્તાવને આગળ ધરે છે. CelerityX માત્ર NXTDIGITAL અને OIL જ નહીં પણ પોતાની એસેટનું મોનેટાઇઝેશન કરવા માંગતા સંખ્યાબંધ પાર્ટનર્સને તેનાં દેશવ્યાપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાપ અને નેટવર્કનો લાભ ઉઠાવશે.”
OIL ખાતે ચીફ બિઝનેસ ઓફિસર અને CelerityXના બિઝનેસ હેડ સમીર કણસેએ જણાવ્યું હતું કે, “એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ બિઝનેસ તરીકે CelerityX ઇનોવેટિવ સોલ્યુશન્સ અને અસાધારણ ગ્રાહક અનુભવ પૂરાં પાડવાં પ્રતિબધ્ધ છે. CelerityX સાથે જટિલતા અને સાદગી સાથે મળીને ઉદ્યોગસાહસિક એકમોને અભૂતપુર્વ સફળતા અપાવે છે. અમે ગ્રાહકોને એન્ટરપ્રાઇઝ નેટવર્કિંગ અને કનેક્ટિવિટી સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જ ઓફર કરીએ છીએ, જેનાંથી ક્લાઉડ ઇકોનોમીમાં એપ્લિકેશન્સનું પર્ફોમન્સ સરળ, સલામત અને વિસ્તૃત બને છે અને ગ્રાહકોને ડિજિટલી સક્ષમ સેવા અનુભવ મળે છે.”
CelerityX ડિજિટલી-એનેબલ્ડ નેટવર્કિંગ સોલ્યુશન બ્રાન્ડ છે, જે OIL દ્વારા નિર્મિત 350થી વધુ શહેરોનાં નેટવર્કનો લાભ ઉઠાવે છે અને ભારતભરમાં HGS નાં ડિજિટલ મિડિયા ડિવિઝન NXTDIGITALનાં 10,000થી વધુ પાર્ટનર્સ સાથે સઘન રીતે કામ કરે છે, જે વ્યાપક, હાઇ-અપટાઇમ અને મેનેજ્ડ નેટવર્કની રચના કરે છે. CelerityX શક્યતા, સર્વિસ ડિલિવરી વિઝિબિલિટી, એશ્યોરન્સ અને બિલિંગ માટે સિંગલ ઇન્ટરફેસ ઓફર કરે છે, જેને કારણે ઉદ્યોગસાહસિકો નેટવર્ક ડિલિવરીનાં સંચાલન દરમિયાન બિઝનેસ પરિણામ પર ફોકસ કરી શકે છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાજી એન કરુણનું ગંભીર બીમારીને કારણે 73 વર્ષની વયે અવસાન થયું. મલયાલમ સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેણે મોહનલાલની કાન્સ ફેસ્ટિવલ ફિલ્મ 'વાનપ્રસ્થમ'નું દિગ્દર્શન કર્યું હતું.
આજે અમે તમને એક એવી શ્રેણી વિશે જણાવીશું જે તાજેતરમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ 8-એપિસોડ શ્રેણી ભયાનક દ્રશ્યો અને ટ્વિસ્ટથી ભરેલી છે, જે હોરર પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ હિના ખાનને સ્તબ્ધ કરી દીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.