માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ
આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો સાધન-ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા આજથી બે મહિના સુધી ઇ-કુટિર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અરજીઓ મંગાવવાનો શુભારંભ કરાયો
રાજ્યના છેવાડાના નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વધુ એક મક્કમ પગલું ભરી યોજનાકીય લાભો ઓનલાઇન આપવા ઇ-કુટિર પોર્ટલ શરૂ કર્યુ છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા માટે આજે ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. રાજ્યના અરજદારો આજથી એટલે કે તા. ૩ એપ્રિલથી આગામી બે મહિના સુધી આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. દેશના છેવાડાના માનવીની આવક વધારી તેમને સ્વરોજગારી આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. આ હેતુથી રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા
વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌથી મહત્વની અને ૧૦૦% સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના માનવ કલ્યાણ યોજના છે.
આ યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી રાજ્યના અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે. છેવાડાના નાગરીકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ હેલ્પડેસ્ક શરૂ કરવા મંત્રીશ્રીએ સુચન કર્યુ હતું. આ યોજના અંતર્ગત ઓનલાઈન પોર્ટલને પરિણામે ગત વર્ષે ઓફલાઈનની સરખામણીમાં બમણી એટલે કે ૧,૮૯,૦૦૦થી વધુ અરજીઓ અરજીઓ આ વિભાગને મળી હતી. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર (ટૂલકીટ) આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા પારદર્શી અને ખુબ જ સરળ બની છે. આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવશ્રી પ્રવીણ કે. સોલંકી,સંયુક્ત નિયામક શ્રી કે.એસ.ટેલર, પ્રોજેક્ટ મેનેજર શ્રી પી.ટી.પરમાર, આઈપીઓ શ્રી એન.એમ.ચાવડા તથા જી.આઇ.પી.એલના મેનેજર શ્રી જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.