18 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:
18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
18 જૂન 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
18 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
1. 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
2. 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે
3. 18 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
4. 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે .
GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સે તારીખ 16મી જૂન, 2025 ના રોજ GST કર વ્યવસ્થાની સિદ્ધિઓ, પડકારો અને ભાવિ રોડમેપ વિશે ચર્ચા કરવા માટે એક GST કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ કેમ ક્રેશ થઈ તે પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલો છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી બ્લેક બોક્સ પહેલાથી જ મળી ગયું હતું. હવે કોકપીટ વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું છે. ચાલો જાણીએ કે કોકપીટ વોઇસ રેકોર્ડર કયા પ્રકારના ખુલાસા કરી શકે છે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.