Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

Ahmedabad February 28, 2026
ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા તેમજ મનિષ સિસોદિયા સહિત અન્ય નેતાઓને પણ જેલમાં નાખવાના પ્રયાસો થયા હતા. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવી અને કહ્યું કે ન્યાયાલયે તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ સત્ય અને ધર્મની જીત છે, કારણ કે સત્ય હંમેશા અંતે વિજયી બને છે.

તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને દેશને ભ્રષ્ટાચારમુક્ત વિકલ્પ આપવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા સાબિત થયા છે અને હવે પાર્ટી વધુ મજબૂતીથી આગળ વધશે. આગામી ત્રણ તારીખે આવનાર ગ્રહણના દિવસે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ પાઠ દ્વારા સત્યની જીત બદલ ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે અને દેશને “આસુરી શક્તિઓ”માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. ગ્રહણના દિવસે ભગવાનનું નામ લેવાથી હજાર ગણું પુણ્ય મળે છે એવી માન્યતા સાથે વિશાળ સ્તરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં ગર્જના:
ahmedabad
February 28, 2026

ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં ગર્જના: "ખેડૂતો હેલિકોપ્ટર નથી માંગતા, માત્ર વીજ કનેક્શન માંગે છે"

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.

રાજસ્થાન પછી ગુજરાતમાં પણ બે સંતાન મર્યાદા રદ્દ કરો, ઈસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને મોટો પત્ર
ahmedabad
February 28, 2026

રાજસ્થાન પછી ગુજરાતમાં પણ બે સંતાન મર્યાદા રદ્દ કરો, ઈસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને મોટો પત્ર

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.

મતદાર યાદીમાં નામ કાપનારા સામે કાર્યવાહી કરો, ચૈતર વસાવાએ વિધાનસભામાં કરી મોટી માંગ
ahmedabad
February 28, 2026

મતદાર યાદીમાં નામ કાપનારા સામે કાર્યવાહી કરો, ચૈતર વસાવાએ વિધાનસભામાં કરી મોટી માંગ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.

Braking News

મુંબઈના સ્પિન સ્ટાર તનુષ કોટિયનનું રણજી ટ્રોફીનું સ્વપ્ન પૂરું થયું
મુંબઈના સ્પિન સ્ટાર તનુષ કોટિયનનું રણજી ટ્રોફીનું સ્વપ્ન પૂરું થયું
March 15, 2024

તનુષ કોટિયનની જર્ની સાથે જોડાઓ - મુંબઈ સ્પિન સ્ટારનું રણજી ટ્રોફી જીતવાનું સપનું પૂરું થયું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express