જન્માષ્ટમી નિમિતે સુપ્રસિધ યાત્રાધામ ડાકોર "જય રણછોડ માખણ ચોર"ના નારા શાથે ગુંજી ઉઠ્યું
જન્માષ્ટમી નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જય રણછોડ મક્કર ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે ગુજરાતભરમાંથી લાખો ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું.
પ્રતિનિધિ દ્વારા:ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવ ની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણ ચોર ના નારા ગુંજી ઉઠ્યા હતા આ મહોત્સવ પ્રસંગે ડાકોર જાણે ગોકુળ નગરીમાં ફેરવાઈ ગઈ હોય તેમ ઠેક ઠેકાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
મંદિર પરિષર ને રોશની થી શણગારવામાં આવ્યું હતું ભગવાન રણછોડરાયજીની એક ઝાંખી માટે સવારથી જ વૈષ્ણવો નો ધસારો જોવા મળ્યો હતો અને રાત્રે 12:00 વાગે ભગવાનના જન્મ થતા જ જન્મ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમ તો દર પૂનમ અને અગિયારસ પર અમદાવાદ સુરત વડોદરા થી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક ઠાકોરજીના દર્શન કરવા માટે આવે છે પરંતુ આજનો દિવસ ભક્તો માટે આનંદ અને ઉત્સાહનો દિવસ હતો એટલે સમગ્ર ડાકોરમાં જય રણછોડ માખણ ચોર નંદ કે ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા.. ગુંજી ઉઠ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."