ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આઝાદીની ચળવળમાં ‘ઇન્દુચાચા’એ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના કારણે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા, વિધાનસભાના, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ! DRM વેદ પ્રકાશ અને ડૉ. મનોજ કુમાર દેવે તણાવ, ડિપ્રેશન, કાર્ય-જીવન સંતુલન અને સારવારની જરૂરિયાત પર વાત કરી. કર્મચારીઓને કસરત, આહાર અને વાતચીતની સલાહ – પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહી ભાગીદારી. વિગતો જુઓ.
ગુજરાતમાં શેરડી પાકમાં રોગ અને જીવાતથી બચાવવા ખેતી નિયામકશ્રીની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી! બિયારણ પસંદગી, જમીન તૈયારી, ફૂગનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણના સરળ પગલાં – સુકારા, રાતડા, ચાબુક રોગથી બચાવો. ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટિપ્સ – વિગતો જુઓ.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.