ફરી એકવાર સુપરસ્ટાર હિતેનકુમાર એક અલગ અંદાજ માં આવી રહ્યા છે, ફિલ્મ ચૂપ લઈને
ગુજરાતી ફિલ્મ જગતે અત્યારે હરણફાળ ભરી છે ,ત્યારે ચૂપ નામ ની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનાં નિર્માતા છે ડી બી પિકચરઝ , દિગ્દર્શક છે નિશીથકુમાર બ્રહ્મભટ્ટ અને લેખક છે ઋષિકેશ ઠક્કર.
ગુજરાતી ફિલ્મ જગતે અત્યારે હરણફાળ ભરી છે ,ત્યારે ચૂપ નામ ની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે , જેનાં નિર્માતા છે ડી બી પિકચરઝ , દિગ્દર્શક છે નિશીથકુમાર બ્રહ્મભટ્ટ અને લેખક છે ઋષિકેશ ઠક્કર. ફિલ્મ ની વાર્તા વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયનાં કપલ અને રોહન, વિકી, જીગો, આયુષી,રાજવી જેવાં યંગ સ્ટર્સ વચ્ચે એક મર્ડર બાબતે કોલ્ડ વૉર ની છે. ટૂંકમાં વાર્તા એવી કંઈક છે કે રોહન ના સામેના ઘરમાં વિક્રમ વિદ્યા રહેવા
આવે છે, એકવાર રાજવી વિક્રમને એક છોકરી નું મર્ડર કરતા જોઈ જાય છે, હવે એ ઘટના સત્ય છે કે પછી રાજવીનો ભ્રમ, આ ઘટના માટે વિક્રમ અને આ યંગ સ્ટર્સ વચ્ચે સંતા કુકડીનો ખેલ રચાય છે.આ કેસ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર વાઘમારે અને હવાલદાર રાઠવા જે રીતે જોડાય છે એમાં ઘણી કોમેડી પણ થાય છે.
ફિલ્મ ની વાર્તા વિષે વધારે નહિ કહી શકાય કારણ કે આ એક સસ્પેન્સ ફિલ્મ છે પણ પ્રેક્ષકો ને જરૂરથી મજા પડશે. અત્યારે જયારે ગુજરાતી પ્રેક્ષકો ઘણી આશાઓ લઈને કંઈક નવું અને મનોરંજક જોવા આવે છે તો અમને ખાતરી છે કે અમે એમની કસોટી પર ખરાં ઉતરીશું અને હાં, આ ફિલ્મમાં અપાયેલો મેસેજ એક સુંદર પાઘડીની માથે છોગા જેવું કામ કરશે. આ ફિલ્મ એટલે મનોરંજનનો મહાપ્રસાદ. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે સુપર સ્ટાર હિતેનકુમાર , મોરલી પટેલ, આકાશ પંડ્યા, વિકી શાહ, હેમાંગ દવે, હિના જયકિશન, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હેમીન ત્રિવેદી, મગન લુહાર જેવા પ્રતિભાશાળી કલાકારો. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી, ઈમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે, ટૂંકમાં ફૂલ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ છે. આ ફિલ્મ 7 જૂનના રોજ ગુજરાત અને મુંબઈ ખાતે રિલીઝ થઈ છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાજી એન કરુણનું ગંભીર બીમારીને કારણે 73 વર્ષની વયે અવસાન થયું. મલયાલમ સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેણે મોહનલાલની કાન્સ ફેસ્ટિવલ ફિલ્મ 'વાનપ્રસ્થમ'નું દિગ્દર્શન કર્યું હતું.
આજે અમે તમને એક એવી શ્રેણી વિશે જણાવીશું જે તાજેતરમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ 8-એપિસોડ શ્રેણી ભયાનક દ્રશ્યો અને ટ્વિસ્ટથી ભરેલી છે, જે હોરર પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ હિના ખાનને સ્તબ્ધ કરી દીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.