NSS યુનિટ, SVIT વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
તાજેતરમાં NSS, SVIT વાસદ ના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ. ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં એન. એસ. એસ. યુનિટ, એસ.વી.આઈ.ટી. વાસદ ના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ. ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાના આ ભગીરથ કાર્યમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી માંથી શ્રી મનુભાઈ વાઘેલા (ડેપ્યુટી ડાયરેકટર - મેઈનસ્ટ્રીમિગ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે?, ક્યારે કરી શકીએ?, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી , આણંદ તરફથી ડૉ.દેવેન્દ્ર સચદેવ અને ડૉ. કિશોર સોની (મેડિકલ ઓફિસર), મહેતા કલ્પ (ઇન્ચાર્જ-રક્તદાન શિબિર) ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.
લાયન્સ ક્લબ આણંદ ના પ્રેસિડેન્ટ લાયન સંજયભાઈ પરીખ આઈ પી પી લાયન રમેશભાઈ પટેલ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લાયન નરેન્દ્રભાઈ શાહ તેમજ લાયન વિક્રમસિંહ વાઘેલા તેમજ લાયન ગોપાલભાઈ માલવી તેમજ નંદેસરી ક્લબના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લાયન અશોકભાઈ જૈન અને જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એસવીઆઈટીના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલે, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહી એન.એસ.એસ. સ્વયંસેવકો, રક્તદાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. યુનિટ) દ્વારા એન. એસ. એસ.ના સ્વયંસેવકો ની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું.
ડૉ.વિકાશ અગ્રવાલ જણાવે છે કે આજરોજ આ શિબિર માં ૧૬૮ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ કેમ્પ ની વિશેષતા એ રહી કે મોટા ભાગના દાતા એવા હતા કે જેમને પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.
મોદી કેબિનેટે જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન મોદીએ બુધવારે એક પછી એક 5 સભાઓ કરી. આ પછી તેઓ હવે પીએમઓ પહોંચ્યા છે. અહીં તમે વોર રૂમમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી શકો છો. આ પહેલા, પ્રધાનમંત્રીએ આજે 3 કલાકમાં કુલ 5 બેઠકો યોજી છે.
દિલ્હીના 2000 કરોડ રૂપિયાના ક્લાસરૂમ કૌભાંડ કેસમાં ACB એ આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ નોંધ્યો છે.