અમદાવાદ મંડળ પર "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.

મંડળ રેલવે પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્માના નિર્દેશનમાં આયોજિત " ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કાઉટ અને ગાઈડ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સભ્યોએ ભાગ લીધો. આ અવસરે રેલવે ઈન્સ્ટીટ્યુટ થી ક્રિકેટ મેદાન સાબરમતી સુધી સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી તથા મેદાનમાં વિવિધ પ્રકારની ગેમ્સ જેમ કે ટીમ દ્વારા ફુગ્ગાઓને અડ્યા વગર સીમા સુધી લઈ જવા, માથા પર પકડ્યા વગર ગ્લાસ સીમા સુધી લઈ જવા, દોરડાખેંચ વગેરે.
શ્રી શર્માએ કહ્યું કે આનો હેતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને રોજીંદા જીવનમાં દોડ, રમત જેવી ફિટનેસ પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને આળસ, તણાવ, ચિંતા, રોગથી આઝાદી અપાવવાનો છે. જેનાથી તેઓ સ્વસ્થ અને ફિટ જીવન શૈલી અપનાવવા માટે પ્રેરિત થઈ શકે. આ અવસર પર ડીઆરએમ શ્રી શર્મા દ્વારા વિજેતા ટીમના લોકોને ઈનામ પણ આપવામાં આવ્યા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."