‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આગામી તા. ૧ ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક કરવા વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે મહા શ્રમદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સ્વચ્છતા હી સેવા-૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાએ તમામ ટી. એલ. એમ અને સખી મંડળની બહેનો સાથે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અને ૧લી ઓક્ટોબરના મહાશ્રમદાન ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરી આ અભિયાનમાં યોગદાન આપવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૩’ અંતર્ગત સ્વચ્છતા કર્મીઓ માટે સન્માનિત કાર્યક્રમ તેમજ સ્વચ્છતા અંગે સખી મંડળની બહેનો સાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાના ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનના ભાગરૂપે વહીવટી કામગીરી તેમજ અસેટ ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જુદા-જુદા ગામોમાં સખીમંડળ તેમજ આંગણવાડીની બહેનો, સફાઇ કર્મચારીઓ તેમજ ગ્રામજનો દ્વારા જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી રહી છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."