Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યના ૧૪ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યના ૧૪ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ તેમજ ધારાસભ્ય સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

Ahmedabad August 07, 2023
રાજ્યના ૧૪ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યના ૧૪ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા પ્રતિવર્ષ તા. ૯મી ઓગષ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા ૧૪ જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

ડાંગ–આહવા ખાતે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી શ્રી  ઋષિકેશભાઇ પટેલ, નર્મદા-ડેડીયાપાડામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ભરૂચ-ઝગડીયામાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, નવસારી-ગણદેવીમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, બનાસકાંઠા–દાંતામાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવાશે.

આ ઉપરાંત વલસાડના કપરાડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, નર્મદા-નાંદોદમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, દાહોદ ખાતે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, વલસાડના ધરમપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, નવસારી-વાંસદામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પંચમહાલના મોરવા-હડફમાં પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે સંસદ સભ્યશ્રીઓ
અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

પંજાબના આચાર્યો બાદ હવે શિક્ષકોને વિદેશમાં તાલીમ....
પંજાબના આચાર્યો બાદ હવે શિક્ષકોને વિદેશમાં તાલીમ....
October 18, 2024

પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 72 પ્રતિભાશાળી શિક્ષકોના સમૂહને ત્રણ સપ્તાહના પ્રવાસ પર ફિનલેન્ડ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાયાના સ્તરે કામ કરતા લોકોને મોકલવા જોઈએ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express