ઓર્કલા ઈન્ડિયાએ મૂડી બજારની નિયમનકર્તા સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું
એમટીઆર ફૂડ્સ અને ઈસ્ટર્ન કૉન્ડીમેન્ટ્સના માલિક ઓર્કલા ઈન્ડિયાએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે મૂડી બજારની નિયમકર્તા સેબી સમક્ષ ડ્રાફ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.
એમટીઆર ફૂડ્સ અને ઈસ્ટર્ન કૉન્ડીમેન્ટ્સના માલિક ઓર્કલા ઈન્ડિયાએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે મૂડી બજારની નિયમકર્તા સેબી સમક્ષ ડ્રાફ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.
કંપનીનો આઈપીઓ પ્રમોટર અને અન્ય શેરધારકો દ્વારા 2.28 કરોડ ઈક્વિટી શેરનો સંપૂર્ણ ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. ઓએફએસ અંતર્ગત પ્રમોટર ઓર્કલા એશિયા પેસિફિક પીટીઈ અને શેરધારકો નવસ મીરાન અને ફિરોઝ મીરાન તેમના શેરનું વેચાણ કરી રહ્યા છે.
વર્તમાન પ્રમોટર-ઓર્કલા એશિયા પેસિફિક લિમિટેડ અને નોર્વેની ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ઓર્કલા એએસએ 90 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નવસ મીરાન અને ફિરોઝ મીરાન કંપનીમાં દરેક 5-5 ટકા હિસ્સો ધરાવે છે.
ઓર્કલા ઈન્ડિયા કે જેને અગાઉ એમટીઆર ફૂડ્સ નામથી ઓળખવામાં આવતી હતી તે એક મલ્ટી-કેટેગરી ભારતીય ફૂડ કંપની છે. તે એમટીઆર, રસોઈ મેજિક અને ઈસ્ટર્ન જેવી મુખ્ય બ્રાન્ડ અંતર્ગત મસાલા, રેડી-ટુ-ઈટ સ્વીટ્સ તથા બ્રેકફાસ્ટ મિક્સ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.
ટેક્નોપેકના અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં ભારતીય પેકેજ્ડ ફૂડનું બજાર આશરે 10.18 લાખ કરોડનું હોવાનો અંદાજ હતો, જે નાણાકીય વર્ષ 2019ની તુલનામાં 10.8 ટકાનો સીએજીઆર દર્શાવે છે.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, જેપી મોર્ગન ઈન્ડિયા, અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની આ ઈશ્યુના બૂક-રનિંગ લીડ મેનેજર્સ છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો.