PM Kisan: પીએમ મોદીએ ૧૯મો હપ્તો જાહેર કર્યો, ૯.૮ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા
ખેડૂત સમુદાયની આવક વધારવાના પ્રયાસરૂપે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) હેઠળ 19મો હપ્તો રજૂ કર્યો. દેશના ૯.૮ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા ૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. પીએમ મોદીએ આજે 22,000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા. તેમજ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પહેલા, આ ખાસ પ્રસંગે હાજર રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું - અમારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાની સાથે, બિહારની પવિત્ર ભૂમિ પરથી આપણા ખેડૂત બહેનો અને ભાઈઓના ખાતામાં પીએમ-કિસાનનો 19મો હપ્તો ટ્રાન્સફર કરતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ છે. આ આધારસ્તંભ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો છે. એનડીએ સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં મખાનાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ખેડૂતોની દરેક સમસ્યાના ઉકેલ માટે પૂરી તાકાતથી કામ કર્યું છે. સરકારના પ્રયાસોને કારણે છેલ્લા વર્ષોમાં ભારતની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે બિહારની ભૂમિ 10,000મા ખેડૂત ઉત્પાદક સંગઠન એટલે કે FPO ની રચનાનું સાક્ષી બની રહી છે. મકાઈ, કેળા અને ડાંગર પર કામ કરતો આ FPO ખાગરિયા જિલ્લામાં નોંધાયેલ છે. તેમણે એમ પણ કહ્યું કે બજેટમાં ખૂબ મોટી પીએમ ધન ધન્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં, મખાનાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના પ્રયાસોને કારણે છેલ્લા વર્ષોમાં ભારતની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
સમાચાર અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ ફંડ ટ્રાન્સફર વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓમાંની એક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય તમામ જમીનધારક ખેડૂત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૮મા હપ્તા સુધીમાં, ૧૧ કરોડથી વધુ ખેડૂતોને ૩.૪૬ લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. એક સમર્પિત PM-KISAN પોર્ટલ કાર્યક્ષમતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, જ્યારે AI ચેટબોટ 'કિસાન ઈ-મિત્ર' ખેડૂતો માટે તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ પૂરું પાડે છે.
મહારાજા ક્લબની લાખો ફ્રિકવન્ટ ફ્લાયર્સ દ્વારા એશિયા, મીડલ ઇસ્ટ અને આફ્રિકામાં ‘Up and Coming Program’ of the year તરીકે પસંદગી થઈ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન, પાકિસ્તાને તેના 25 કરોડ લોકોને સારા સમાચાર આપ્યા છે. ખાસ વાત એ છે કે એક કિસ્સામાં તેણે ભારતને પણ પાછળ છોડી દીધું છે.
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. સરકારે હવે ગરીબ પાકિસ્તાનથી આવતા ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનાથી પાકિસ્તાનને મોટું નુકસાન થશે.