Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી. બંને નેતાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

Ahmedabad January 12, 2026
PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ  મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.

તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો  એટલા જ પ્રસ્તુત છે.

ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન શ્રી કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

જાપાન એરલાઇન્સમાં  સાયબર એટેકના કારણે ફ્લાઇટમાં વિલંબ
જાપાન એરલાઇન્સમાં સાયબર એટેકના કારણે ફ્લાઇટમાં વિલંબ
December 26, 2024

જાપાન એરલાઇન્સ (જેએએલ) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેના નેટવર્કને સાયબર એટેક દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું,

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express