દેશની પહેલી વોટર મેટ્રોનું પી એમ મોદી કરશે લોકાર્પણ
અત્યાર સુધી તમે મેટ્રોને પાટા પર દોડતી જોઈ હશે, પરંતુ હવે તમે પાણી પર દોડતી મેટ્રોની મજા માણી શકશો.
આવતીકાલે એટલે કે મંગળવારે દેશને તેની પ્રથમ વોટર મેટ્રો મળશે. PM મોદી 25 એપ્રિલ 2023ના રોજ દેશને પ્રથમ વોટર મેટ્રો સમર્પિત કરશે. આ આ વોટર મેટ્રોથી આસપાસના લોકોને ઘણી આંશિક રાહત મડશે. વોટર મેટ્રો લોકોને આર્થિક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડશે. આ વોટર મેટ્રો કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. કોચી અને દસ નજીકના ટાપુઓ વચ્ચે શરૂ થનારી સેવાને આવા શહેરો માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જ્યાં પરંપરાગત મેટ્રો રેલના ઘણા અવરોધો છે.તસવીરો જાહેર કરતા પીએમ મોદીએ કહ્યું, કોચી વોટર મેટ્રો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રૂ. 1,136 કરોડના પ્રોજેક્ટને કેરળ માટે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. તે જાહેર પરિવહન અને પર્યટન દ્વારા શહેરમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકશે.
દરેક મેટ્રો 50 થી 100 મુસાફરોની ક્ષમતાં ધરાવે છે. આ વોટર મેટ્રોમાં દિવ્યાંગો માટે રેમ્પ, માતાઓ માટે ફીડીંગ ચેમ્બર અને મોબાઈલ રિચાર્જની સુવિધા હશે. વોટર મેટ્રો 8 નોટ પ્રતિ કલાકની ઝડપે દોડશે. ખાસ વાત એ છે કે લો ટાઈડ અને હાઈ ટાઈડમાં વોટર મેટ્રો એક જ લેવલ પર રહેશે.
તે મેટ્રો ટ્રેનની જેમ સંપૂર્ણપણે વાતાનુકૂલિત હશે અને દરરોજ 15 મિનિટના અંતરે 12 કલાક ચાલશે. અત્યારે શરૂઆતમાં 23 બોટ અને 14 ટર્મિનલ છે. તે જ સમયે, દરેક મેટ્રોમાં 50 થી 100 મુસાફરો બેસી શકે છે.
વોટર મેટ્રો પ્રોજેક્ટ 78 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તે 15 રૂટમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ આધુનિક, ઉર્જા કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ હશે અને મુસાફરોના અનુભવને વધારશે.
યાત્રીઓ 1 કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. તમે ડિજિટલ રીતે ટિકિટ બુક કરી શકો છો.
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.
મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.