રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૫ નવેમ્બરે PMJAY કાર્ડ મહાઝુંબેશ યોજાશે
આયુષ્માન કાર્ડ કઢાવવામાં બાકી તમામ લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અપીલ.
રાજપીપલા : સરકાર દ્વારા પ્રાથમિક સેકેન્ડરી અને ગંભીર બિમારી સામે નિઃશુલ્ક સારવાર માટે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રૂ.૧૦ લાખનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે. ત્યારે પાત્રતા ઘરાવતા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ઘારકોના લાભાર્થીને સરળતાથી
“આયુષ્માન કાર્ડ” બની શકે તે માટે સરકાર દ્રારા મોબાઇલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠા જાતે જ પોતાનું “આયુષ્માન કાર્ડ” તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલા શહેરી વિસ્તારમાં તા.૦૫/૧૧/૨૦૨૩, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન મહાઝુંબેશ રાખવામાં આવી છે. જે અંતર્ગત રાજપીપલા નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં-પોલીયો બુથ વિસ્તારમાં ખાસ ઝુંબેશ યોજાશે.
અત્રે નોંધનીય છે કે, રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ નં-૧ લાલટાવર બુથ સરકીટહાઉસ, ટીમ નં-૨ લાઇબ્રેરી (દરબાર રોડ) લાઇબ્રેરી, ટીમ નં-૩ આરબ ટેકરા પ્રાઇવેટ ઘર (અબ્દુલભાઇ હમીદ બલુચી), ટીમ નં-૪ ચોર્યાસીની વાડી કુમારશાળા નં-૩, ટીમ નં-૫ રીમાન્ડ હોમ, ટીમ નં-૬ રજપુત ફળીયા-રજપુત વાડી, ટીમ નં-૭ વિઠ્ઠલનાથજીનું મંદિર, ટીમ નં-૮ કાછીયાવાડ-નાગરીક બેંકની બાજુમાં, ટીમ નં-૧૦ કસ્બાવાડ-પ્રાઇવેટ ઘર (ઇસ્માઇલભાઇ મનસુરી), ટીમ નં-૧૧ હરસિધ્ધિમાતા મંદિર-સરસ્વતી શાળા, ટીમ નં-૧૨ સબજેલ, ટીમ નં-૧૩ નવાફળીયા-ગણેશચોક ખાતે, ટીમ નં-૧૪ લિમડાચોક-ભાથીજી મંદિર ખાતે, ટીમ નં-૧૫ વિશ્વકર્મા મંદિર, ટીમ નં-૧૬ વડીયા પેલેસ કાલીયાભૂત મહાદેવ મંદિર, ટીમ નં-૧૭ રાજેન્દ્રનગર સાસાયટીના મહાદેવ મંદિર, ટીમ નં-૧૮ ટેકરા ફળીયા આંગણવાડી-૩ ખાતે આ PMJAY કાર્ડ મહાઝુંબેશમાં તેમની સેવાઓ અપાશે.
“આયુષ્માન કાર્ડ” કઢાવવામાં બાકી રહેલા લાભાર્થીઓના કાર્ડ બને અને કોઇપણ લાભાર્થી બાકી ન રહે તે માટે આ મહાઝુંબેશ ચલાવી લાભાર્થીઓના કાર્ડ કઢાવી આપવામાં આવશે. તે માટે લાભાર્થીઓએ પોતાનું જુનુ “મા કાર્ડ”/પી.એમ.જે.એ.વાય કાર્ડ/રેશન કાર્ડ/આધારકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"