PNB MetLifeએ અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 768.6 કરોડનું બોનસ જાહેર કર્યુ, 5.52 લાખ પોલિસીધારકોને લાભ
ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક પીએનબી મેટલાઇફે પાત્રતા ધરાવતા પોલિસીસીધારકો માટે નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 768.6 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ બોનસ જાહેર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ બોનસ નાણાકીય વર્ષ 2021-22 કરતાં 29% વધુ છે અને તેનાંથી 5.52 લાખ પોલિસીધારકોને લાભ થશે.
ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક પીએનબી મેટલાઇફે પાત્રતા ધરાવતા પોલિસીસીધારકો માટે નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 768.6 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ બોનસ જાહેર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ બોનસ નાણાકીય વર્ષ 2021-22 કરતાં 29% વધુ છે અને તેનાંથી 5.52 લાખ પોલિસીધારકોને લાભ થશે. આ જાહેરાત તેનાં પોલિસીધારકોને નાણાકીય સલામતી પૂરી પાડવામાં પીએનબી મેટલાઇફની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
પીએનબી મેટલાઇફ છેલ્લાં 19 વર્ષથી પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સનાં પોલિસીધારકોને બોનસ આપવાનો મજબૂત ટ્રેક
રેકોર્ડ ધરાવે છે, જે સાતત્યપૂર્ણ વળતર માટે રોકાણનો શિસ્તબધ્ધ અભિગમ દર્શાવે છે. પીએનબી મેટલાઇફની મજબૂત ફન્ડ મેનેજમેન્ટ ક્ષમતાઓ અને અનુભવ તથા મજબૂત ફન્ડ મેનેજમેન્ટ ક્ષમતા પ્રણાલિઓએ પીએમએલઆઇને લાંબા ગાળે સંપત્તિ સર્જન ઇચ્છતાં રોકાણકારો માટે પસંદગીનો વિકલ્પ બનાવે છે.
પીએનબી મેટલાઇફના એમડી અને સીઇઓ આશિષ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “રૂ. 768.6 કરોડનું બોનસ
અત્યાર સુધી આપવામાં આવેલું સૌથી વધુ બોનસ છે અને તે પીએનબી મેટ લાઇફની મજબૂત નાણાકી કામગીરી,
નક્કર રોકાણ વ્યૂહ અને કાર્યક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પ્રણાલિનું પ્રમાણ છે. તે કંપનીની મજબૂત પોઝિશન અને અમારા
પોલિસીધારકો માટે સાતત્યપૂર્ણ વળતર પેદા કરવાની અમારી ક્ષમતા પર ભાર મૂકે છે. આ બોનસથી આશરે 5.5 લાખ
પીએનબી મેટલાઇફ પોલિસીધારકોને લાભ થશે અને અમને અમારા ગ્રાહકોને વધુ સલામત અને વિશ્વાસપાત્ર ભાવિનું નિર્માણ કરવામાં મદદ મળશે.
પીએનબી મેટલાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશનને આગળ ધપાવે છે, એડવાન્સ્ડ ટેકનોલોજી તથા ગ્રાહક-કેન્દ્રી
સોલ્યુશન્સનો લાભ લઈ રહી છે, જેનાંથી પોલિસીધારકોની બદલાતી જરૂરિયાતને પહોંચી વળાશે. કંપની તેની
લીડરશીપ પોઝિશન જાળવી રાખવા, ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બનાવવા અને પોતાનાં તમામ હિતધારકો માટે
સલામત ભાવિનું નિર્માણ કરવા પ્રતિબધ્ધ છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.