Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

“આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે વાલીઓની ભુમિકા અતિમહત્વપૂર્ણ”, સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

Gandhinagar April 03, 2023
નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

રાજપીપલા : નર્મદા જિલ્લામાં જી-૨૦ થીમ આધારિત પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત નાંદોદ ઘટકના આંગણવાડી કેન્દ્ર ખાતે નાંદોદ કારોબારી અધ્યક્ષા શ્રીમતી અશ્વિનીબેન વસાવાની અધ્યક્ષતામાં “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી અશ્વિનીબેન વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરને સુધારવા માટે સરાહનીય કામગીરી થઈ રહી છે. જેમાં આંગણવાડી કાર્યકરો સહિત માતા- પિતાની ભુમિકા પણ  અતિમહત્વપૂર્ણ છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે હલકા ધાન્યને આહારમાં ઉપયોગ કરવા અંગે સમજણ પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી
ક્રિષ્નાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નાંદોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમબેન પટેલે બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવીને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજરોજ યોજાયેલી સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે પ્રતાપનગર-૧ આંગણવાડી કેન્દ્રમાંથી તનિષા વસાવા અને તરોપા-૨ આંગણવાડી કેન્દ્રમાંથી યશકુમાર વસાવા, બીજા ક્રમે

વાવડી આંગણવાડી કેન્દ્રમાંથી ધ્યાનકુમાર તેમજ માંગરોળ આંગણવાડી કેન્દ્રમાંથી અક્ષરકુમાર અંબાચિયાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ ત્રણેય બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય બાળકોને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરી સૌ વાલીઓને બાળકોના પોષણ અંગે વિશેષ ભાર આપવા જાગૃત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. એ.કે.સુમને પણ સરકારશ્રી, વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરને સુધારવા માટે વાલીઓની ભુમિકા મહત્વ પૂર્ણ બતાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ ધાન્યમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું નિદર્શન કરીને બાળકોના આહાર તરીકે ઉપયોગમાં લેવા અંગે સમજણ પુરી પાડી હતી. જેમાં આઈ.સી.ડી.એસ. સ્ટાફ સહિત આંગણવાડી કાર્યકર, વાલીઓ સહિત નાના ભુલકાઓ હાજર રહ્યાં હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

આગામી 12 મહિનામાં ચાંદી સ્પર્શશે 85,000 નો આંકડો: મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ  સર્વિસીસ
આગામી 12 મહિનામાં ચાંદી સ્પર્શશે 85,000 નો આંકડો: મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ
September 14, 2023

મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસ લિ. (MOFSL) સલાહ આપે છે કે નીચલા સ્તરે તાત્કાલિક ટેકાના ભાવ ₹ 70,500 પર છે, જો કે, મજબૂત મધ્યમ ગાળાના સમર્થનનો ભાવ ₹ 68,000 પર છે. મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસના અનુસાર, ભાવ ₹ 82,000 સુધી પહોંચી શકે છે અને પછી આગામી 12 મહિનામાં ₹ 85,000ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express