પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસનો 2024ના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વધીને રૂ. 59.77 કરોડ થયો
પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસ (પીએફએસ)એ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળા માટે નાણાકીય પ્રદર્શન જાહેર કર્યું.
નવી દિલ્હી : ટકાઉ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સમાં અગ્રણી નાણાકીય સંસ્થા પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને અર્ધ-વાર્ષિક સમયગાળા માટે તેના નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં કર બાદનો નફો (પીએટી) વધીને રૂ. 59.77 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 36.76 કરોડ તથા નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાર્ટરમાં રૂ. 52.66 કરોડ હતો.
નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટે કંપનીનું એનઆઇએમ (નેટ ઇન્ટરેસ્ટ માર્જીન) સુધરીને 4.40 ટકા થયું છે, જે એક વર્ષ પહેલાં 4.28 ટકા હતું. વધુમાં મૂડી પર્યાપ્તતા રેશિય 38.58 ટકા રહેતાં વૃદ્ધિ અને વિસ્તરણને મજબૂત સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં રિટર્ન ઓન એસેટ સુધરીને 3.13 ટકા થયું છે, જે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં 2.57 ટકા અને નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં 2.35 ટકા હતું.
પીએફએસ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “અમને નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રભાવશાળી નાણાકીય પરિણામોની જાહેરાત કરતાં ખુશી અનુભવાય છે, જે સતત પ્રદર્શન માટેની અમારી કટીબદ્ધતાને મજબૂત કરે છે. વિવિધ પડકારોનો સામનો કરતાં અમારી કંપનીએ અનુભવી અને કુશળ નેતૃત્વ ટીમ સાથે અમારા ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા વ્યૂહાત્મક સુધારણા હાથ ધરી છે. અમારા વ્યૂહાત્મક પગલાઓએ અમને આગેકૂચ કરવામાં સહયોગ કર્યો છે, જે નજીકના ભવિષ્યમાં સતત વૃદ્ધિ માટે સજ્જતા કેળવવામાં મદદરૂપ છે. હાલ અમારું ધ્યાન અમારા પોર્ટફોલિયોની એકંદર ગુણવત્તાને વધારવા માટે સમર્પિત છે.
અમારા કેન્દ્રિત પ્રયાસો મહત્તમ રિસ્ક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરતાં અમારી કામગીરીના ટકાઉપણામાં વધારો કરતાં બિઝનેસનો આધાર વધુ મજબૂત કરવા માટે સમર્પિત છે. તેના ઉપરાંત અમે ફ્રેશ ક્રેડિટ લાઇનના વ્યૂહાત્મક એકીકરણ ઉપર પણ સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ, જેનો ઉદ્દેશ્ય ટકાઉ વૃદ્ધિ સાથે સુવ્યવસ્થિત વિસ્તરણ માટેનો માર્ગ મોકળો કરવાનો છે, જેથી અમારા તમામ હીતધારકો માટે મૂલ્ય સુનિશ્ચિત કરી શકાય.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.