Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત આજે સાંજે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. 

Ahmedabad November 19, 2025
પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

વડોદરા :  ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત આજે સાંજે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. જકાતનાકા સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતેથી પ્રારંભ થયેલી  આ એકતા પદયાત્રા ૧૦ કિલોમીટર રૂટ પર ફરીને રણૂ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ પૂર્ણ થઈ હતી. પદયાત્રાના રૂટ દરમિયાન યુનિટી માર્ચના ભવ્ય સ્વાગત સાથે જય સરદારનો ગુંજારવ અને સમગ્ર વાતાવરણ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું.

પાદરાના ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા અને છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ ફ્લેગ ઓફ આપી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તે પૂર્વે તેઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રી ઝાલાએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને સરદાર પટેલના આદર્શોને વળગી રહીને સામાજિક સમરસતાને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ ગતિ આપવા માટે સર્વેને અનુરોધ કર્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણીના વિષયોને પણ પોતાના ઉદ્બોધનમાં વણી લીધા હતા.

કાર્યક્રમ દરમિયાન સર્વેએ સ્વદેશી અપનાવવા તેમજ આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા માટે સામૂહિક શપથ લીધા હતા.

તો, છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોનો ઉલ્લેખ કર્યો હતો. યુનિટી માર્ચને રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત થવાનો પવિત્ર અવસર ગણાવ્યો હતો. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'થી સાકાર કર્યો છે, તેમ વક્તાઓએ મક્કમપણે જણાવ્યું હતું.

સરદાર પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન-જન સુધી પહોંચાડતી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પાદરા  વિધાનસભાની એકતા પદયાત્રામાં પ્રાંત અધિકારીશ્રી ઐશ્વર્યા દુબે સહિત તાલુકા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો, યુવાનો અને નગરજનો સહિત સૌ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરદાર પટેલની ભાવવંદના કરી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

ઓલ્ડ લાયન માઈક ટાયસન રિંગમાં પરત ફરશે, સોશિયલ મીડિયાના સુલતાનનું શું કરી શકશે?
ઓલ્ડ લાયન માઈક ટાયસન રિંગમાં પરત ફરશે, સોશિયલ મીડિયાના સુલતાનનું શું કરી શકશે?
March 09, 2024

માઈક ટાયસન અને જેક પોલ વચ્ચેની બોક્સિંગ ફાઈટના રાઈટ્સ 2,481 કરોડ રૂપિયામાં વેચાયા છે. તમને જણાવી દઈએ કે તેના રાઈટ્સ પ્રખ્યાત OTT પ્લેટફોર્મ Netflix દ્વારા ખરીદવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express