ફોરમ મોલ, કોલકતા ખાતે પામ ઓઈલ અવેરનેસ પ્રોગ્રામ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા પહેલ
પામ તેલ ઉદ્યોગ તેના પૂરતા આર્થિક પ્રભાવ અને કિફાયતીપણાને લીધે વૈશ્વિક વેપારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે પામ તેલના અસલીલાભો વિશે ગ્રાહકોને માહિતગાર કરવાના પ્રયાસમાં ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કોલકતાના ફોરમ કોર્ટયાર્ડ મોલમાં ગ્રાહક જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી હતી.
કોલકતા : પામ તેલ ઉદ્યોગ તેના પૂરતા આર્થિક પ્રભાવ અને કિફાયતીપણાને લીધે વૈશ્વિક વેપારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે પામ તેલના અસલીલાભો વિશે ગ્રાહકોને માહિતગાર કરવાના પ્રયાસમાં ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ (એમપીઓસી) દ્વારા તાજેતરમાં કોલકતાના ફોરમ કોર્ટયાર્ડ મોલમાં ગ્રાહક જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી હતી. પામ તેલ આસપાસ ખોટી ધારણાઓને કારણે તેના અનેક પોષકીય લાભોથી લોકો વંચિત થઈ રહ્યા છે, જેને લીધે ગ્રાહકો આરોગ્યવર્ધક અને સંતુલિત આહાર જાળવવામાં પામ તેલની ભૂમિકા વિશે વાકેફ નથી.
કલકત્તા યુનિવર્સિટીની નામાંકિત હસ્તી પ્રો. પુબાલી ધરે પામ તેલ પર ભાર આપતાં જણાવ્યું કે બધાં અન્ય તેલની જેમ સંતુલિત આહારમાં પામ તેલ આરોગ્યવર્ધક ઘટક છે. ઉપરાંત પામ તેલ અને તેનાં ઘટક પામોલીનનો હિસ્સો રસોઈ માટે સામાન્ય રીતે વપરાતાં અન્ય ખાદ્યતેલો અને ફેટ્સ સાથે તેવા જ પાચનક્ષમ ગુણો ધરાવે છે.
પામ તેલ અને તેનું ઘટક (પામ ઓલીન અને સ્ટીયરિન) માનવી ઉપભોગ માટે ખાદ્ય તેલ અને ફેટ્સ તરીકે અનુકળ હોવાની માન્યતા છે, એમ કોડેક્સ એલિમેન્ટરિયસ ઈન્ટરનેશનલ ફૂડ સ્ટાન્ડર્ડ્સનું જણાવવવું છે. નિષ્ણાતોના આંતરરાષ્ટ્રીય સમુદાયે પામ તેલની સુરક્ષાને સમર્થન આપ્યું છે અને તેના ઉપભોગ સાથે સંકળાયેલા ડર ખોટી માન્યતા હોવાનું જણાવ્યું હતું. બ્લડ લિપિડ્સ અને લિપોપ્રોટીન્સ પર પામ તેલના પ્રભાવને વ્યાપક રીતે સમજવા માટે પામ તેલ પર લગભગ 165 પોશકીય અધ્યયનો દુનિયાભરમાં હાથ ધરાયાં હતાં.
અદાણી વિલ્મર લિમિટેડના સીઈઓ શ્રી અંગશુ મલિકે જણાવ્યું હતું કે, પામ તેલ વિશે અચૂક માહિતી અત્યંત જરૂરી હોવા સાથે પામ તેલ ફરતેની ખોટી માન્યતાઓ દૂર કરીને ગ્રાહકોને માહિતગાર અને આરોગ્યવર્ધક પસંદગીઓ કરવા માટે મદદરૂપ થવાનું મહત્ત્વપૂર્ણ .પામ તેલ તેની બહુમુખીતા, સ્થિરતા અને નિષ્પક્ષ સ્વાદની રૂપરેખાને લીધે ભારતીય વાનગીઓ સહિત વિવિધ વૈશ્વિક વાનગીઓમાં પણ મહત્ત્વપૂર્ણ સામગ્રી રહી છે. તે બેક્ડ ગૂડ્સ, માર્ગરિન અને સ્નેક ફૂડ્સ જેવી ઘણી બધી ફૂડ પ્રોડક્ટોમાં પણ મહત્ત્વપૂર્ણ ઘટક છે, જ્યાં તેને અજોડ ગુણો ઈચ્છનીય ટેક્સ્ચર અને સ્વાદમાં યોગદાન આપે છે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.