ઈરાનના આ કેન્દ્રમાં ખતરનાક ગેસ લીક થવાથી ફેલાયો ગભરાટ, 1 વ્યક્તિનું મોત, 10ની હાલત બગડી
ઈરાનમાં ઝેરી ગેસ લીક થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો બીમાર પડ્યા છે. બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લીકેજનું કારણ જાણી શકાયું નથી.
દુબઈઃ ઈરાનમાં ખતરનાક ગેસના લીકેજથી ખળભળાટ મચી ગયો છે. આ ગેસ એટલો ઘાતક હતો કે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સેન્ટરમાં થઈ હતી, જ્યાં ગેસ લીક થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. આ માહિતી આપતા ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું કે આ લીક ઈસ્ફહાન પ્રાંતમાં રિવોલ્યુશનરી ગાર્ડની વર્કશોપમાં થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના ટેલિવિઝનના અહેવાલમાં લોકો કેવી રીતે ઘાયલ થયા અથવા અન્ય કોઈ વિગતો આપી ન હતી. તમને જણાવી દઈએ કે ગેસ લીક એવા સમયે થયો છે જ્યારે ઈરાનની રાજધાની તેહરાનમાં 31 જુલાઈના રોજ હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ તણાવ છે. ઈરાને ઈઝરાયલ પર હાનિયાની હત્યાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ઈઝરાયલે આ હત્યાની જવાબદારી લીધી નથી. ઈરાનના ટોચના અધિકારીઓએ હાનિયાની હત્યા માટે ઈઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ પહેલા પણ ઈરાનમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.
બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરના ખાનગી નિવાસસ્થાનમાં આગ લાગવાના સંબંધમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. હાલમાં, તેની પૂછપરછ ચાલી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત.
અમેરિકન કાર્ડિનલ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટને નવા પોપ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેઓ પોપ લીઓ XIV તરીકે ઓળખાશે. તેઓ અમેરિકામાંથી પોપ બનનારા પ્રથમ કાર્ડિનલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે.