Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

Ahmedabad May 30, 2023
પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

અમદાવાદ :  પાનીહાટી એ ગંગા નદીના કિનારે (કલકત્તાથી ઉત્તરદિશામાં 10 માઈલ દૂર) પશ્ર્મિ બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

ઈ.પૂ. સન 1486 વર્ષમાં સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા. તેમના આ અવતાર પાછળનો મુખ્ય ઉદેશ યુગધર્મ સ્થાપવાનો હતો – લોકસમુદાય દ્રારા ભગવાનના પવિત્ર નામનું રટણ કરવાનો હતો. ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે અવતર્યા હતા અને ભગવાનના બીજા ઘણા બધા શાશ્વત સખાઓએ પણ એ સમયે જન્મ લીધો હતો અને ભગવાનના આ ઉદેશમાં સહભાગી બની જોડાયા હતા. શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી તેઓમાંના એક હતા.   

શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી એ ભગવાનના એક સર્વોચ્ચ ભક્ત હતા અને તેઓ પાતે ગૃહત્યાગ કરવા ઈચ્છતા હતા અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંકિર્તન પ્રચારના ઉદેશમાં જોડાવા માંગતા હતા. પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેમને હમણાં આમ ન કરવા જણાવ્યુ હતુ અને આશ્વાસન આપ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ તેમને માયાના બંધનમાંથી ટુંક સમયમાં મુક્ત કરાવશે. ત્યાર બાદ બે વર્ષ પછી નિત્યાનંદ પ્રભુ પાનીહાટી ગામમા આવ્યા અને ત્યાં રોકાયા હતા. આ સમયે પાનીહાટી ગામની નજીક આવેલ શ્રીકૃષ્ણપુરા ગામમાં રહેતા રઘુનાથ દાસાએ તેમના પિતાશ્રી ગોવર્ધન મઝુમદારની આજ્ઞા મેળવી અને નિત્યાનંદ પ્રભુને મળવા પાનીહાટી આવ્યા હતા.

પાનીહાટી ગામમાં ગંગાનદીના કિનારે તેમણે વડવૃક્ષ નીચે ઘણા બધા ભક્તોથી ઘેરાયેલા અને ખડક પર બિરાજમાન નિત્યાનંદ પ્રભુને નિહાળ્યા. રઘુનાથ દાસા આ સમયે ભગવાનની નજીક જવામાં હટકચાટ અનુભવી રહ્યા હતા અને આથી તેમણે ભગવાનને દૂરથી જ નમન કર્યા હતા. તેમ છતાં પણ ભગવાન નિત્યાનંદ પ્રભુએ તેમને નિહાળ્યા અને બળજબરીથી તેમને પોતાની પાસે બોલાવી તેમના મસ્તક પર પોતાના ચરણકમળનો સ્પર્શ કરાવ્યો. ભગવાને રઘુનાથ દાસાને આ મહાઉત્સવ ઉજવવાનો અને બધા ભક્તો ને ચીડા-દહીં (દહીં અને પૌઆ) પ્રસાદરૂપે વિતરણ કરવાનો આદેશ આપ્યો.

રઘુનાથ દાસાએ તુરંત જ પૌઆ, દૂધ,દહીં, મીઠાઈ, કેળા,ખાંડ અને બીજી ખાધવસ્તુઓની ખરીદી કરવાની વ્યવસ્થા કરી. પૌઆને દૂધમાં પલાળવામાં આવ્યા હતા જેમાંથી અડધા ભાગને દહીં, ખાંડ અને કેળા સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા જયારે બાકી રહેલ અડધા ભાગમાં ઘટ્ટ કરેલ દૂધ, શુધ્ધ ઘી અને કપૂર મિશ્રિ કરી સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા હતા. દરેક ભક્તને બે માટીના કોડીયા આપવામાં આવ્યા જેમાંથી એકમાં પૌઆ-દહીં અને બીજામાં પૌઆ- ઘટ્ટ કરેલ દૂધને પ્રસાદરૂપે પિરસવામાં આવ્યું હતું.આ અદભૂત પ્રંસગની યાદગીરીરૂપે દર વર્ષે “ચિડા-દહીં” મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે યાત્રાળુઓ “ચિડા-દહીં ઉત્સવની ઉજવણી *કરવા પાનીહાટી ગામની મુલાકાત લે છે. 

હરે કૃષ્ણ મંદિર ખાતે ઉજવણી

દર વર્ષે હરેકૃષ્ણ મંદિર, ભાડજ આ ઉત્સવની ઉજવણી કરે છે જેમાં પાલકી ઉત્સવ, ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને અભિષેક અને નૌકા વિહાર તથા ચિડા-દહીં મહાપ્રસાદનું વિતરણ કરીને કરવામાં આવે છે. ભગવાન શ્રી શ્રી રાધા માધવ તથા શ્રી શ્રી નીતાઈ ગૌરાંગ ને 1000 કિલો કેરી નો મનોરથ અર્પણ કરી વિશેષ શૃંગાર કરવામાં આવશે. ઉત્સવ દરમ્યાન મંદિરમાં આવેલ કુંડને રંગબેરંગી ફૂલો કે જે નિર્મળ જળ ઉપર તરતા રહે તેમ સુંદરરીતે શણગારવામાં આવશે. ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી સુંદર રીતે શણગારેલ પાલકી દ્રારા મંદિરકુંડમાં લાવવામાં આવશે.

ત્યારબાદ ભગવાનશ્રીનો દૂધ, દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા અભિષેક કરવામાં આવશે. અભિષેકના ભાગરૂપે ભગવાનની પ્રતિમાને કુંડમાં ડૂબાડીને સ્નાન કરાવવામા આવશે અને પૂષ્પો અર્પણ કરવામાં આવશે. અભિષેક બાદ ભવ્ય આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને મંદિરના કુંડમાં નૌકાવિહાર કરાવવામાં આવશે. પૌઆને ઘટ્ટકરલે દૂધ, દહીં, ખાંડ, કેરી વિગેરે સાથે મિશ્ર કરીને જે રીતે રઘુનાથ દાસાએ ભક્તો માટે બધી તૈયારી કરી હતી એ રીતે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનનાવવામાં આવશે. આ બધા જ વ્યંજનો ભગવાન શ્રી શ્રી નિતાઈ-ગૌરાંગને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ હાજર સૌ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.

ઉત્સવની વિગત

તારીખ અને દિન – 03 જૂન, 2023 શનિવાર

શુભ સ્થળ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.

ઉત્સવની વિશિષ્ટતાઓ

1) દર્શન – સવારના 7.15 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
2) મહાસંકિર્તન – સવારના 9.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
3) પાલકી ઉત્સવ – સાંજે 6.00 વાગે
4) મહાઅભિષેક – સાંજે 6.45 વાગે
5) નૌકા વિહાર – સાંજે 7.15 વાગે
6) મહા આરતી – રાત્રીના 8.30 વાગે

પ્રભુની સેવામાં
શ્રી જગન મોહન કૃષ્ણ દાસા
પ્રેસિડન્ટ –હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ

વધુ વિગત માટે સંપર્ક કરશો
શ્યામચરણ દાસા – 9904272229 , રાયારામ દાસા – 9904203228

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ભાજપે સેમ પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરી, કોંગ્રેસ પર ભારતની ઓળખને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો
ભાજપે સેમ પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરી, કોંગ્રેસ પર ભારતની ઓળખને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો
May 08, 2024

ભાજપે સામ પિત્રોડા પર ભારતની વિવિધતા અંગેની તેમની વિભાજનકારી ટિપ્પણી માટે આકરા પ્રહારો કર્યા, કોંગ્રેસ પર દેશની ઓળખને નબળી પાડવાનો આરોપ લગાવ્યો. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express