Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી

કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિકઅષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે  તારીખ 19થી 23 દરમિયાન ઉજવાસે

Ahmedabad April 17, 2023
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી

અમદાવાદ  : કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિકઅષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે બુધવાર તા. 19એપ્રિલ થી રવિવાર,23એપ્રિલ, 2023 દરમિયાન ઉજવી રહ્યું છે. પાંચ દિવસ સુધી ઉજવનાર આ પાટોત્સવની ઉજવણી હરે કૃષ્ણ મંદિર ના વાર્ષિકોત્સવ તથા હરે કૃષ્ણ મંદિર, ભાડજ માં ભગવાનના આ શુભદિને થયેલ આગમનના પ્રસંગને દર્શાવે છે. મંદિરનું ઉદ્ઘાટન તા. 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષયતૃતીયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ભગવાનશ્રી ની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપના શુભ પ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે.

હરેકૃષ્ણ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે.આ ઉત્સવના ઉજવણીની શરૂઆત તા.19 એપ્રિલ, 2023 બુધવારના રોજ શરૂ થઈ તા.23 એપ્રિલ, 2023 રવિવાર, અક્ષયતૃતીયાના શુભ દિન સુધી એમ સતત પાંચ દિવસ થનાર છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી ઉત્સવની શરૂઆત થનાર છે. સમીસાંજના ખાસ કાર્યક્રમો જેવા કે પાલખી ઉત્સવ, સ્વર્ણ રથ ઉત્સવ, મંદિર ના વિશાળ કુંડમાં નૌકા વિહાર, ગરુડ વાહન ઉત્સવ,  હનુમદ વાહન ઉત્સવ, ગજ વાહન ઉત્સવ, મહાઅભિષેક, ઝૂલન ઉત્સવ અને શ્રી શ્રી રાધા માધવ ની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. “રાધે માધવમ”નુ પ્રદર્શન, કૃશલા ડાન્સ થિયેટર દ્વારા કૃષ્ણ લીલા વિષય વસ્તુ પર કથક નૃત્ય નું નિરૂપણ જેવા આહલાદક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શ્રી પ્રહરવોરાએન્ડ ગ્રુપ દ્વારા સુંદર ભજન સંધ્યા નો કાર્યક્રમની સાથે હિંડોળા ઉત્સવ સમી સાંજે ઉજવાતા ભક્તોના ઉત્સાહમાં વધારો કરશે. દરરોજ સવારે એક ખાસ પાટોત્સવ યજ્ઞ કરવામાં આવનાર છે. આ ઉત્સવ માટે વિશેષ રૂપથી બનાવેલું વસ્ત્રો તથા આભૂષણો વૃંદાવનથી લાવી પાંચ દિવસે ભગવાનને વિભિન્ન મનમોહક શૃંગાર કરવામાં આવશે. દેશભરના અલગ અલગ રાજ્યો થી લગભગ 2000 કિલો થી વધુ સુગંધીદાર પુષ્પો લાવી ભગવાનના પાટ તથા મંદિર સજાવવામાં આવશે.

તા. 19 એપ્રિલ,2023 ના રોજ પાટોત્સવની ઉજવણી ના ભાગરૂપે પ્રથમ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 20એપ્રિલ, 2023 ના રોજ ઉત્સવમાં શ્રી શ્રી રાધા માધવ ને સાંજે 6 વાગ્યે વિશેષ રીતે બનાવવામાં આવેલગજ વાહનરથમાં ભગવાન શ્રી વિહાર કરાવવામાં આવશે અને ત્યાર બાદ સુંદર પુષ્પોથી સુશોભિત નૌકામાં મંદિર ના વિશાળ કુંડમાં વિહાર કરવામાં આવશે. આ વિશાળ કુંડ પુષ્પોથી સુશોભિત અને રંગબેરંગી પ્રકાશથી ઝળહળતો હશે. આવો સુંદર નજારો (દ્રશ્ય) સૌ કોઈને ખૂબ જ નયનરમ્ય બની રહેશે. ભગવાન શ્રી રાધામાધવ માટે નૌકાવિહાર,હરે કૃષ્ણ મંદિર ના ભક્તો દ્વારા ભવ્ય હરિનામ સંકીર્તનનો કાર્યક્રમ અને હિંડોળા ઉત્સવ યોજવામાં આવશે.

તા. 21એપ્રિલ, 2023 ના શુભ દિવસે શ્રી શ્રી રાધા માધવ ની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ની ખાસ પ્રકારના બનાવેલું ભવ્ય ગરુડ વાહન રથ માં મંદિર પરિસર ની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે. તદ્ઉપરાંત સાથોસાથ સાંજે શ્રી પ્રહર વોરા અને ગ્રુપ દ્વારા કૃષ્ણ ભજનની સાથે ભગવાનને હિંડોળા અર્પણ કરવામાં આવનાર છે. તા. 22એપ્રિલ, 2023 ના શુભ દિવસે શ્રી શ્રી રાધા માધવ ની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ની ખાસ પ્રકારના બનાવેલું ભવ્ય હનુમદ વાહન રથ માં મંદિર પરિસર ની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે. તદ્ઉપરાંત સાથો સાથ કૃશલા ડાન્સ થિયેટરદ્રારા કૃષ્ણ લીલા વિષયવસ્તુ પર કથકનૃત્ય “રાધે માધવમ”નું નિરૂપણ કરવામાં આવનાર છે.

ઉજવાઈ રહેલા પાટોત્સવના પાંચમાં દિવસે, અક્ષય તૃતીયાના શુભદિને, તા. 23 એપ્રિલના રોજ સર્વશક્તિમાન શ્રી શ્રી રાધા માધવ ને સાંજના 6 વાગ્યાથી ચૂરના અભિષેક અર્પણ કરવામાં આવશે. આ એક પારંપરિક દિવ્ય સ્નાન વિધિ છે જેમાં ભગવાન શ્રી હળદર અને અન્ય પવિત્ર પદાર્થો(વસ્તુઓથી) અભિષેક કરવામાં આવશે. મંદિરમાં ભગવાનને (શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ) ને મંદિરના મુખ્ય સભાખંડમાં ભવ્ય અભિષેક અર્પણ કરવામાં આવશે.આખા વર્ષ દરમિયાન આ શુભ અવસર પર જ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ બધી દેવ પ્રતિમાઓના એક સાથે થતા અભિષેક નિહાળવાનો લ્હાવો પ્રાપ્ત થાય છે.

હરે કૃષ્ણ મંદિર,ભાડજ તા. 19એપ્રિલ થી23એપ્રિલ,2023 સુધી ઉજવાઈ રહેલા આ પાવન મહોત્સવમાં ભાગ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ
ahmedabad
February 16, 2026

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ

ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.

14 ઓગસ્ટે ગુજરાતી ડૉ. કશ્યપ પટેલને 'હિન્દ રત્ન' એવોર્ડ થી સન્માનિત કરાશે
ahmedabad
February 16, 2026

14 ઓગસ્ટે ગુજરાતી ડૉ. કશ્યપ પટેલને 'હિન્દ રત્ન' એવોર્ડ થી સન્માનિત કરાશે

ગુજરાતની ખમીરવંતી ધરતી પર જન્મેલા અને અમેરીકામાં વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયેલા ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus”નું આયોજન
rajpipla
February 16, 2026

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus”નું આયોજન

સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus” કાર્યક્રમ યોજાયો! નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026ની વિગતો સમજાવી – સરકારી નીતિઓ કેવી રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચે છે તેનું માર્ગદર્શન. આચાર્ય ડૉ. પદ્માબેન તડવીએ પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી. વિગતો જુઓ.

Braking News

માલદીવની વિદેશ નીતિ ભારતને પ્રથમ સ્થાન આપે છે: FM અબ્દુલ્લા શાહિદ
માલદીવની વિદેશ નીતિ ભારતને પ્રથમ સ્થાન આપે છે: FM અબ્દુલ્લા શાહિદ
March 03, 2023

માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે ભારતને વિશેષ ભાગીદાર ગણાવીને દેશની "ભારત-પ્રથમ" વિદેશ નીતિ પર ભાર મૂક્યો છે. અમારા નવીનતમ બ્લોગમાં ભારત અને માલદીવ વચ્ચેના ગાઢ સંબંધો વિશે વધુ જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express