Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.

 

Ahmedabad December 26, 2025
અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને તેના નેતાઓની વધતી લોકપ્રિયતાથી ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી જે રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી હદે વધી છે કે એક બાજુ નરેન્દ્ર મોદીની સભા હોય છે અને બીજી બાજુ એ જ દિવસે ચૈતર વસાવાની સભા હોય છે, ત્યારે ચૈતર વસાવાની સભામાં નાગરિકો સ્વયં આવે છે, જ્યારે નરેન્દ્ર મોદીની સભામાં બસો મૂકવા છતાં પણ નાગરિકો આવતા નથી. ચૈતર વસાવાને આદિવાસી સમાજનો અવાજ માનવામાં આવે છે, ત્યારે હવે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે.

ચૈતર વસાવા પર 75 લાખનો તોડ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ચૈતર વસાવા કલેકટર પાસે જાય છે ત્યારે કલેકટરનું કહેવું છે કે “આ આક્ષેપો ખોટા છે.” ભાજપના સાંસદ કરવા શું માંગી રહ્યા છે? આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને કોઈને કોઈ રીતે લોકોમાં બદનામ કરવાનું ભાજપ આ પહેલા પણ કરતું આવ્યું છે. પહેલા આ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાય તેવો પ્રયાસ કરે છે. આમાં જો સફળ ન જાય તો બીજી ઓફરો આપે છે. જેલમાં મોકલે છે, જેલથી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ન ડરે ત્યારે તેને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપ કરતું આવ્યું છે. હવે આ બધું ગુજરાતની જનતા જાણી ગઈ છે, અગાઉ પણ મારી પર “ભાજપે દારૂ પીધો છે અને છેડતી કરી છે” આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આરોપ મૂક્યા હતા. મેં ક્યારેય જિંદગીમાં દારૂ પીધો નથી. હું દારૂને અડવાનો પણ નથી. હું વ્યસનમુક્તિ અભિયાન ચલાવું છું. કમલમમાં અમે 96 જેટલા ભાઈઓ બહેનો સાથે હતા ત્યારે મેં દારૂ પીને છેડતી કરી તેવી ફરિયાદ કરવામાં આવી હતી. આ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ છે. હમણાં ગોપાલ ઇટાલીયા પર વાયા કોંગ્રેસ દ્વારા જૂતુ ફેંકાવવામાં આવ્યું. અમે ગુજરાતની જનતાના દિલમાં છીએ. તમે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છો, તેથી ભાજપના કાર્યકર્તાઓ જ હવે છોડી રહ્યા છે. તમે એક આરોપ મૂકો છો અને જે ભાજપના સાચા કાર્યકર્તાઓ છે, અટલ બિહારી વાજપાઈના કાર્યકર્તાઓ છે તે ભાજપ છોડી રહ્યા છે. શા માટે? કારણ કે તમને તમારા પાર્ટીવાળા સ્વીકારતા નથી.

વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપે ચારે બાજુ મોંઘવારી, દારૂ, હત્યાચાર, લૂંટ, બળાત્કાર બધું ચરમસીમાએ પહોંચાડી દીધું છે. કોઈને ન્યાય તો મળતો જ નથી. ભાજપના જ કાર્યકર્તાઓની દીકરીઓના પણ તમે સરઘસ કાઢો છો. પ્રજા તો થાકી જ ગઈ છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ થાકી ગયા છે. ત્યારે અમારા નેતાઓને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે. ચૈતરભાઈ ખેડૂતોનો અવાજ બન્યા છે, લોકપ્રિયતા વધે છે એટલે હવે તેમના પર તોડનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પણ બીજા કયા કયા આરોપો મુકાશે તેની ખબર નથી. ભાજપનાં સાંસદને મારે કહેવું છે કે તમે રાજીનામાની ધમકી આપો છો, ભાજપ અને તમે અંદરો અંદર નાટક રમી રહ્યા છો, તે પ્રજા જાણે છે. સાચો આદિવાસી બોલ્યો ફરતો નથી. ધમકી આપવાની ન હોય રાજીનામું આપી છોડી દેવાનું હોય. પરંતુ નહીં, આ ભાજપના ઈશારે આખો ખેલ ચાલી રહ્યો છે. ખેડૂતોનો અવાજ બનેલા રાજુ કરપડા અને પ્રવીણ રામને પણ જેલમાં નખાવામાં આવ્યા છે. શા માટે? કારણ કે અમે ખેડૂતોનો અવાજ બન્યા છીએ.અમે લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ. અમારે જો તોડ જ કરવા હોય તો પહેલા અમારી પાસે હજારો તક હતી. પરંતુ અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ. અમે પ્રજાને લૂંટવા માંગતા નથી, પ્રજાને તમારી લૂંટમાંથી બચાવવા માંગીએ છીએ. 
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

જમ્મુ કાશ્મીર: DSP અમન ઠાકુરની હત્યા સ્થળ પર જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી, સંપત્તિ જપ્ત
જમ્મુ કાશ્મીર: DSP અમન ઠાકુરની હત્યા સ્થળ પર જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી, સંપત્તિ જપ્ત
November 01, 2023

જમ્મુ અને કાશ્મીર પોલીસે તે સંપત્તિ જપ્ત કરી છે જ્યાં ડીએસપી અમન ઠાકુરની હત્યા કરવામાં આવી હતી. આ મિલકત સાનુલ્લા મીર નામની વ્યક્તિની હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express