Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • Pidiliteનાં ઓનલાઇન B2B પ્લેટફોર્મ જેનીએ રૂ. 1,000 કરોડનાં વેચાણનો આંક પાર કર્યો

Pidiliteનાં ઓનલાઇન B2B પ્લેટફોર્મ જેનીએ રૂ. 1,000 કરોડનાં વેચાણનો આંક પાર કર્યો

ઓનલાઇન ડીલર એપ્લિકેશન જેનીએ FY22-23 માટે રૂ. 1,000 કરોડથી વધુ વેચાણનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આકર્ષક વૃધ્ધિ દર સાથે પિડિલાઇટે FY23માં એકંદર બિઝનેસમાં 14 ટકા પ્રદાન કર્યું છે.

New delhi May 11, 2023
Pidiliteનાં ઓનલાઇન B2B પ્લેટફોર્મ જેનીએ રૂ. 1,000 કરોડનાં વેચાણનો આંક પાર કર્યો

Pidiliteનાં ઓનલાઇન B2B પ્લેટફોર્મ જેનીએ રૂ. 1,000 કરોડનાં વેચાણનો આંક પાર કર્યો

નવી દિલ્હી : કન્સ્ટ્રક્શન અને સ્પેશ્યાલિટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક Pidilite ઇન્ડસ્ટ્રીઝે આજે જણાવ્યું હતું કે, તેનાં ઓનલાઇન ડીલર એપ્લિકેશન જેનીએ FY22-23 માટે રૂ. 1,000 કરોડથી વધુ વેચાણનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આકર્ષક વૃધ્ધિ દર સાથે પિડિલાઇટે FY23માં એકંદર બિઝનેસમાં 14 ટકા પ્રદાન કર્યું છે. 

Pidilite ઇન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી એમડી સુધાંશુ વત્સે જણાવ્યું હતું કે, “Pidiliteમાં અમારી ટોચની પ્રાથમિકતા અમારા
ડિલર્સને તેમનાં વેપારનાં લક્ષ્યાંકો હાંસલ કરવા સશક્તિકરણ કરવાની અને તેમને ટેકો આપવાની છે. રિટેલર્સ ડિજિટલ
હરણફાળ ભરે તે માટે અમે Pidilite જેની નામની પહેલ શરૂ કરી છે.

અમને એ જણાવતા ગૌરવ થાય છે કે જેનીએ ટૂંકા સમય ગાળામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. લોંચ થયું ત્યારથી અત્યાર સુધી આશરે પાંચ લાખ ડિલર્સે Pidilite જેની ઇન્સ્ટોલ કરી છે અને 18 લાખથી વધુ ઓર્ડર મેળવ્યા છે. અમારા ડિલર્સની સતત બદલાતી જતી જરૂરિયાતને પહોંચી વળવા અમે પ્લેટફોર્મમાં સતત સુધારો કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે Pidilite જેનીમાં નજીકનાં ભવિષ્યમાં તમામ પ્લેસમેન્ટ્સ માટે ગો-ટુ-પ્લેટફોર્મ બનવાની ક્ષમતા છે.

યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે ડિઝાઇલ કરેલી Pidilite જેની ડિલર્સ માટે માત્ર ગણતરીનાં ક્લિક કરીને Pidiliteની
પ્રોડક્ટ રેન્જમાંથી ઓર્ડર આપવા માટે વન-સ્ટોપ ઓનલાઇન પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. એપની ઇન્ટેલિજન્ટ 
ટેકનોલોજી ઓર્ડર પ્રોસેસ સુગમ કરે છે, જેને કારણે રીઓર્ડરનાં આધારે અગાઉની ખરીદી કરવી સરળ બની જાય છે
અને ડિલરની ખરીદીની પેટર્નનાં આધારે ડિલની ભલામણ કરે છે. ડિલર્સ વર્તમાન સ્કીમ પણ જોઇ શકે છે, લોયલ્ટી
પર્ફોમન્સ ટ્રેક કરી શકે છે અને ભાવિ ખરીદી સામે સ્કીમ રિવોર્ડ રિડીમ કરી શકે છે.

Pidilite જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં લોંચ કરીને તેનો યુઝર બેઝ અનેક ગણો વધારવા માંગે છે અને ડિલર્સ તેમનાં
વેપારની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરે તે માટે Pidiliteના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સેવાઓનું વિસ્તરણ કરી
રહી છે. Pidilite જેની નવાં રોમાંચક ફીચર્સ પણ ઉમેરશે, જેમાં મલ્ટીલિન્ગ્યુઅલ ઇન્ટરફેસ, કસ્ટમાઇઝ્ડ ઇન-એપ
ઇન્ટરએક્શન્સ, વોઇસ-ટુ-ટેક્સ્ટ ફન્ક્શનાલિટી, ઓર્ડર જર્ની (ઓર્ડર સ્ટેટસ)નો સમાવેશ થાય છે. આને કારણે ડિલર્સને
તેમની કામગીરી સક્રિય રીતે ટ્રેક કરવામાં અને પ્લાન કરવામાં મદદ મળે છે.

Pidilite જેનીમાં સતત સુધારા ચાલુ છે ત્યારે તે ડિલર્સ માટે 24x7x365 ડિજિટલ આસિસ્ટન્ટ બનવાનો ધ્યેય ધરાવે છે અને જેનીને ઓર્ડર પ્લેસમેન્ટ માટેનું પ્રાથમિક માધ્યમ બનાવવાનો પ્રયત્ન છે. નવો રોડમેપ તૈયાર છે ત્યારે Pidilite જેની ભવિષ્યમાં તેની વૃધ્ધિ જાળવી રાખવા માટે સુસજ્જ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

'અમારો ઉદ્દેશ્ય મુસ્લિમ આરક્ષણ ખતમ કરવાનો છે', ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- આ બંધારણની વિરુદ્ધ છે
'અમારો ઉદ્દેશ્ય મુસ્લિમ આરક્ષણ ખતમ કરવાનો છે', ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- આ બંધારણની વિરુદ્ધ છે
June 10, 2023

ગૃહમંત્રી અમિત શાહે નાંદેડમાં એક રેલીમાં કહ્યું કે ભાજપ માને છે કે મુસ્લિમ આરક્ષણ ન હોવું જોઈએ કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express