યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત
ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.
યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર વીજ વિતરણમાળખાનું આધુનિકરણ કરવામાં આવશે.
રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો.
પ્રવાસન અને મંદિરની કામગીરી તથા તહેવારો દરમિયાન વિશ્વસનીય અને સતત વિજ પુરવઠો મળી રહેશે. અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો સરકારી ઈમારતો તથા લોકલ ઓથોરીટીની ઈમારતો પર મહત્તમ 500 kW ક્ષમતા સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે રાજ્યની સોલાર
સબસિડી સહાય.
આ યોજના વીજ વિતરણ નવીનીકરણ થકી નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવા માટે છે, જેમાં કેબલિંગ, ટ્રાન્સફોર્મર અપગ્રેડ અને મેન્ટેનન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજના રજૂ કરેલ છે.
યાત્રાળુઓની વીજ સુરક્ષા માટે અને યાત્રાધામ ને ઊર્જા આત્મનિર્ભર બનાવા માટેની કામગીરી થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.
ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું – મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ, પેન-રાઈટિંગ પેડ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.