Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન

પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન

અભૂતપુર્વ અનિશ્ચિતતામાંથી બહાર આવવા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવાં મળેલી બેલેન્સ શીટ અને બિઝનેસને વધુ લવચીક બનાવવામાં આવ્યા છે ત્યારે પિરામલ એન્ટરપ્રાઇઝિસ (PEL) સાતત્યપૂર્ણ વૃધ્ધિ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે એમ કંપનીના ચેરમેન અજય જી પિરામલે જણાવ્યું હતું.

New delhi June 09, 2023
પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન

પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન

2022-23નાં વાર્ષિક અહેવાલ અંગે શેરધારકોને કરેલા સંબોધનમાં પિરામલે જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલાં પ્રયત્નોનાં સકારાત્મક પરિણામો હાંસલ થયા છે અને ગયા નાણાકીય વર્ષના અંતે કંપનીએ રૂ. 9,969 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને કુલ એસેટ રૂ. 83,386 કરોડ હતી.

પિરામલે જણાવ્યું હતું કે, “અમે હવે સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા અને ત્રણ સ્તંભ-વૃધ્ધિ, જોખમ અને નફાકારકતા-પર બેલેન્સશીટનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, બિઝનેસ એકમો ફોકસ હોય તો બિઝનેસ સ્ટ્રેટેજીનાં સંદર્ભમાં ફોકસ રહે છે અને એ તે ઉપરાંત આપણી મૂડી અને માનવ સંસાધનો મજબૂત બને છે અન તેનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત થાય છે.

પિરામલે ઉમેર્યું હતું કે, “અમને ખાતરી છે કે રિટેલ અને હોલસેલમાં અમારાં વ્યૂહાત્મક વિભાગોને પસંદ કરીને અમારા તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરી શકાશે, જેમાં અમને અત્યાધુનિક ટેકનોલોજી, રિસ્ક મેનેજમેન્ટ અને ઉત્તમ લીડરશીપનું પીઠબળ છે.”

તેમણે જણાવ્યું કે, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સમાં બે અલગ અલગ પ્યોર-પ્લે એન્ટિટિ રચવાથી સંચાલન માળખું મજબૂત બન્યું છે, જેમાં બંને બિઝનેસ માટે અલગ અલગ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ છે. તેમણે જણાવ્યું કે, ડીમર્જરને કારણે અમે દરેક બિઝનેસ માટે ઓપ્ટિમલ કેપિટલ સ્ટ્રક્ચર સુનિશ્ચિત કરી શકીએ છીએ અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ પ્લાન્સમાં આગળ વધીને બિઝનેસને સ્વતંત્ર રીતે વૃધ્ધિ કરી શકીશું. FY2023માં ગ્રૂપનાં બિઝનેસે વૈશ્વિક મેક્રોઇકોનોમિક અને ભૂરાજકીય અવરોધોનો સામનો કરીને લવચીક કામગીરી પ્રદર્શિત કરી છે.
કંપની સાતત્યપૂર્ણ વૃદ્ધિને આગળ ધપાવવા માટે નવાં વ્યૂહનાં અમલીકરણનાં માર્ગ પર સતત ચાલી રહી છે.

FY2023માં કંપનીની પરિવર્તન કવાયતને સારા ફળ મળ્યા હતા અને આ પાયાનાં આધારે આગામી દિવસોમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ હાંસલ કરવામાં આવશે. ગ્રૂપે ડીએચએફએલનાં એક્વિઝિશન અને ઇન્ટીગ્રેશનનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અને તેને પગલે બિઝનેસની વૃધ્ધિ અને વૈવિધ્યીકરણ થયું છે અને તેને વધુ રિટેલ-કેન્દ્રી બનાવવાની દિશામાં પ્રગતિ સધાઈ છે. હોલસેલમાં ગ્રૂપે એસેટ રેકોગનિશન સાઇકલ પૂરી કરી છે, એસેટ્સની પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરી છે અને તંદુરસ્ત જોગવાઈ કવચ પૂરું પાડ્યું છે.

પિરામલે જણાવ્યું હતું કે, “રિયલ એસ્ટેટમાં અમે લાર્જ અને મિડિયમ સાઇઝનાં ડિવલપર્સ પર ફોકસ કરીશું, જેમાં 49 ટકા પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂરા થઈ ગયા છે. અમારા રિટેલ સેટઅપનો લાભ લઈને અમે પસંદગીનાં ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં પ્રવેશીશું, જ્યાં પ્રમાણમાં ઓછો પ્રસાર થયો હોય.” તેમણે જણાવ્યું કે, “ગ્રૂપ FY27ની અપેક્ષાઓની દિશા તરફ જઈ રહ્યું હોવાથી તેને ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસની લાંબા ગાળાની સફળતા અંગે વિશ્વાસ છે. અનોખું બિઝનેસ મોડલ, સાઇઝ અને બેલેન્સશીટ સાથે પિરામલ એન્ટરપ્રાઇઝિસ વૃધ્ધિની તકો અને નફાકારકતાનો લાભ લેવા અને લાંબા ગાળે સાતત્યપૂર્ણ મૂલ્ય સર્જન માટે સજ્જ છે.” પિરામલ ગ્રૂપ ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં હાજરી ધરાવે છે. કંપની 30થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને 100થી વધુ માર્કેટમાં વૈશ્વિક બ્રાન્ડ હાજરી ધરાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

રાજકુમાર રાવે લક્ઝુરિયસ લેક્સસ LM350h ખરીદી, કાર નહીં પણ ફરતો મહેલ!
રાજકુમાર રાવે લક્ઝુરિયસ લેક્સસ LM350h ખરીદી, કાર નહીં પણ ફરતો મહેલ!
October 16, 2025

આ MPV માત્ર શક્તિશાળી જ નથી પણ ઉત્તમ માઇલેજ પણ આપે છે. આ જ કારણ છે કે તેને વિશ્વભરના ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓની પ્રિય કાર માનવામાં આવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express