5 દિવસથી પોર્ટલ ઠપ્પ, ખેડૂતો હેરાન: AAP નેતા પ્રવીણ રામનો સરકાર પર આકરો પ્રહાર
આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે આઈ-ખેડૂત પોર્ટલની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે ખેત ઓજારોની સહાય માટે જાહેરાતો તો કરી, પરંતુ છેલ્લા 5 દિવસથી પોર્ટલ બંધ હોવાથી ખેડૂતો અરજી કરી શકતા નથી. વેબસાઈટ ન ખુલવી અને પ્રિન્ટ ન નીકળવી જેવી સમસ્યાઓથી ખેડૂતોને ખેતીના કામ છોડીને ધક્કા ખાવા પડે છે.
અમદાવાદ : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે મસમોટી જાહેરાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેનું અમલીકરણ થતું હોય તેવું દેખાતું નથી. તાજેતરમાં સરકારે આઈ-ખેડૂત પોર્ટલની વેબસાઈટની શરૂઆત કરી અને ખેત ઓજારો માટે ખેડૂત અરજી કરી શકે તેના માટે એક મહિનાની અવધિ આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસથી શરૂ થયેલી આ વેબસાઈટ શરૂઆતના ત્રણ દિવસમાં તો ખુલી જ નહીં, એ મુદ્દે મને ઘણા ખેડૂતોના ફોન પણ આવ્યા છેલ્લા બે દિવસથી ક્યાંક આ વેબસાઈટ ઓપન થઈ રહી છે પરંતુ પ્રિન્ટ નીકળતી નથી, તો હવે ખેડૂત કરે તો શું કરે?
ખેડૂત નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતીના કામ છે, બીજા કોઈ કામ છે, તો ખેડૂત આ બધા કામ કરે કે પછી વારંવાર આઈ-ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે ધક્કા ખાય? ક્યાંકને ક્યાંક સરકાર માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે. એક મહિનામાંથી પાંચ દિવસ તો જતા જ રહ્યા અને એમાં પણ ખેડૂતોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. મને લાગી રહ્યું છે કે ચૂંટણીઓ આવી રહી છે માટે ક્યાંકને ક્યાંક ખેડૂતોને ભરમાવા માટે આવી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતોનું કોઈ અમલીકરણ થતું નથી. તો સરકાર સમક્ષ મારી નમ્ર અપીલ પણ છે અને ઉગ્ર માંગ પણ છે કે તાત્કાલિક ધોરણે આઇ-ખેડૂત પોર્ટલમાં જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્નોનું સમાધાન લાવે અને પોર્ટલ ઝડપથી કામ કરે એવી વ્યવસ્થા કરે.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર ડ્રગ્સ અને દારૂનું વેચાણ રોકવામાં નિષ્ફળ રહી છે અને આખી પોલીસને AAP ના કાર્યકર્તાઓ પાછળ લગાડી દીધી છે. છેલ્લા એક મહિનામાં 50 થી વધુ કાર્યકરો પર ખોટી FIR કરવામાં આવી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી 'ખાખી'નો દુરુપયોગ કરી રહી છે.
ચંદીગઢમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળના અનેક વરિષ્ઠ નેતાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભગવંત માન સરકારની નીતિઓ પર વ્યક્ત કર્યો ભરોસો.