રોમેન્ટિક અને એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા ફિલ્મ "ઉડન છૂ"નું પોસ્ટર લોન્ચ કરાયું
6 સપ્ટેમ્બર, 2024ના રોજ થશે આ ફિલ્મ રિલીઝ. દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.
ગુજરાત : આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી રહ્યો છે અને ઘણી જ સારી ફિલ્મો અવનવા વિષયો સાથે બની રહી છે, જેને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "ઉડન છૂ". દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારોનો કાફલો ધરાવતી આ ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ રોમેન્ટિક અને એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા ફિલ્મનું નિર્દેશન કર્યું છે અનીશ શાહે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે.
નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે રાહુલ બાદલ, જય શાહ તથા અનીશ શાહ. "અનોખા પ્રયાસોની અનોખી સફર એટલે ઉડન છૂ"- આ લાઈન ઘણું બધું સસ્પેન્સ ક્રિએટ કરે છે અને દર્શકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા પણ વધારે છે. ફિલ્મનું પોસ્ટર સામે આવ્યા બાદ ફિલ્મમાં શું હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે અને ફિલ્મના ટીઝર તથા ટ્રેલરની પણ રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે છે દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ પ્રથમવાર એક સાથે આવી રહ્યાં છે તેથી ફિલ્મ અંગે ઘણી આશાઓ સેવાઈ રહી છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાજી એન કરુણનું ગંભીર બીમારીને કારણે 73 વર્ષની વયે અવસાન થયું. મલયાલમ સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેણે મોહનલાલની કાન્સ ફેસ્ટિવલ ફિલ્મ 'વાનપ્રસ્થમ'નું દિગ્દર્શન કર્યું હતું.
આજે અમે તમને એક એવી શ્રેણી વિશે જણાવીશું જે તાજેતરમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ 8-એપિસોડ શ્રેણી ભયાનક દ્રશ્યો અને ટ્વિસ્ટથી ભરેલી છે, જે હોરર પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ હિના ખાનને સ્તબ્ધ કરી દીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.