Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા.

Gandhinagar December 03, 2024
ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા.૨૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો ૧૨ કિલો ગાંજો શોધી આપ્યો હતો.

બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ૬ ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘બીના’ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.

સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. ૯મી ઓક્ટોબરે-૨૦૨૪ના રોજ ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.૧.૧૦ લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે તા.૬ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તા.૧૭મી મે-૨૦૨૪ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.

આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
ahmedabad
May 30, 2025

અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી
ahmedabad
May 30, 2025

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
gandhinagar
May 30, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.

Braking News

MP માં સગીરા પર સામૂહિક બળાત્કાર, 24 કલાકમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ત્રાટક્યું
MP માં સગીરા પર સામૂહિક બળાત્કાર, 24 કલાકમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ત્રાટક્યું
May 08, 2024

સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં 5 આરોપીઓના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરી છે. કલ્યાણપુર ગામમાં પાંચ આરોપીઓએ બનાવેલા મકાનોને બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express