સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત બેડમિન્ટન ટીમનાં પ્રિ નેશનલ કેમ્પનું કપડવંજ ખાતે સમાપન
સ્પેશિયલ ઓલમ્પિક્સ ભારત દ્વારા SAI સાથે મળી મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ બેડમિન્ટનની સ્પર્ધા તા.૧૯ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન ગુહાટી, આસામ ખાતે આયોજિત થનાર છે.
સ્પેશિયલ ઓલમ્પિક્સ ભારત દ્વારા SAI સાથે મળી મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ બેડમિન્ટનની સ્પર્ધા તા.૧૯ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન ગુહાટી, આસામ ખાતે આયોજિત થનાર છે,સદર સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમની પસંદગી ગત તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આણંદ ખાતે યોજવામાં આવેલ સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ દરમિયાન કરવામાં આવી હતી.જેમાં સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લાના મનો દિવ્યાંગ ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો.
ગુજરાતની આ મનોદિવ્યાંગ ખેલાડીઓની ટીમ સ્પેશિયલ ઓલમ્પિકસ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લે તે પહેલા કપડવંજ કેળવણી મંડળ દ્વારા સ્પેશિયલ ઓલમ્પિકસ ભારત ગુજરાતનું ટીમનાં પ્રિ નેશનલ બેડમિન્ટન કેમ્પનું આયોજન દાણી ગ્રુપના સહયોગથી કોલેજ બેડમિન્ટન હોલ,કપડવંજ ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાતના ખેડા જીલ્લાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને મુખ્ય બેડમિન્ટન કોચ ડૉ. જગજીતસિંહ ચૌહાણ (સ્પોર્ટસ ડાયરેકટર, પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ, કપડવંજ) દ્વારા આ મનો દિવ્યાંગ ખેલાડીઓને આ આઠ દિવસીય કોચિંગ કેમ્પ દરમિયાન ફિટનેસ અને બેડમિન્ટન સિંગલ્સ અને ડબલ્સ ગેમ્સ ની વિવિધ સ્કીલ જેવી કે સર્વિસ,સ્મેશ, ડ્રોપ,રેલી,ક્રોસ કોર્ટ પ્લે વગેરેની સઘન તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા, આની સાથે સાથે આ મનો દિવ્યાંગ ખેલાડીઓની બેડમિન્ટનના નિયમો પ્રમાણે ડબલ્સની રમતનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
અમે તમને IPLના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ વાઈડ બોલ મારનારા ટોચના 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ માટે સ્થળ નક્કી કર્યું છે. આખી ટુર્નામેન્ટ છ સ્થળોએ યોજાશે; અત્યાર સુધીમાં આઠ ટીમોએ તેના માટે પોતાનું સ્થાન પુષ્ટિ કરી લીધું છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.