69મી SGFI હેન્ડબોલમાં નર્મદા જિલ્લાનું ગૌરવ: અંડર-14માં સિલ્વર, અંડર-17 અને અંડર-19માં ગોલ્ડ મેડલ
નર્મદા જિલ્લાના DLSS ખેલાડીઓએ 69મી SGFI રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં 3 મેડલ જીત્યા – સુમિતભાઈ વસાવા (U-14 સિલ્વર), કામિનીબેન વસાવા (U-17 ગોલ્ડ), જયદીપ તડવી (U-19 ગોલ્ડ). રાજપીપલા DLSSના કોચ સંદીપભાઈ બારોટ અને દિગ્વીજયસિંહ ગોહીલના માર્ગદર્શનમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું. જિલ્લા રમત વિકાસ અધિકારીએ અભિનંદન પાઠવ્યા. વિગતો જુઓ.
રાજપીપલા : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી નર્મદા કચેરી દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં કાર્યરત DLSS (District Level Sports School)
યોજનાના ખેલાડીઓએ તાજેતરમાં યોજાયેલ 69મી SGFI રાષ્ટ્રકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં જુદી જુદી વયજૂથોમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને કુલ 3 મેડલ મેળવી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
DLSS (ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ), શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ, રાજપીપલા ખાતે તાલીમ મેળવનાર ખેલાડી શ્રી સુમિતભાઈ જીતેન્દ્રભાઈ વસાવાએ રાજસ્થાન ખાતે યોજાયેલ 69 મી SGFI હેન્ડબોલ રાષ્ટ્રકક્ષા સ્પર્ધા વર્ષ 2025-26 માં અંડર-14 વયજૂથમાં ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.ખેલાડીશ્રી કામિનીબેન કમલેશભાઈ વસાવાએ ગુજરાતના સોમનાથ ખાતે યોજાયેલ 69મી SGFI હેન્ડબોલ રાષ્ટ્રકક્ષા સ્પર્ધા વર્ષ 2025-26 માં અંડર-17 વયજૂથમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ખેલાડીશ્રી જયદીપ વિજયભાઈ તડવીએ ગુજરાતના સોમનાથ ખાતે યોજાયેલ 69મી SGFI હેન્ડબોલ રાષ્ટ્રકક્ષા સ્પર્ધા વર્ષ 2025-26 માં અંડર-19 વયજૂથમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ રીતે DLSS નર્મદા જિલ્લાના ખેલાડીઓએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં કુલ 3 મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ તમામ સફળતા બદલ ખેલાડીઓના કોચશ્રી સંદીપભાઈ બારોટ તથા DLSS હેન્ડબોલ ટ્રેનર શ્રી દિગ્વીજયસિંહ ગોહીલ દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી શ્રી દિનેશભાઈ ભીલ, નર્મદા દ્વારા પણ આ તમામ ખેલાડીઓ, કોચ અને ટ્રેનરને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (09419/09420) ચેન્નાઈ એગ્મોર પુનર્વિકાસ કામને લીધે 5 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2026 સુધી પરિવર્તિત માર્ગ વાયા અરક્કોણમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમ ચાલશે. અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર સ્ટોપેજ રદ. તિરૂત્તણિમાં વધારાનું સ્ટોપેજ. વિગતો indianrail.gov.in પર જુઓ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ બ્યૂરો હેઠળ ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો – 260+ સરપંચોને વિકસિત ગ્રામ બનાવી વિકસિત ભારતનું કર્તવ્ય નિભાવવાનું આહ્વાન. પારદર્શિતા, ગુણવત્તા, 100% લક્ષ્યાંક સાથે ગ્રાન્ટ ઉપયોગ અને ગ્રામસભામાં લોકભાગીદારી પર ભાર. વિગતો જુઓ.
અમદાવાદના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં વર્ધમાન તપની ૧૦૦મી ઓળી પરિપૂર્ણતા નિમિત્તે ભવ્ય પંચાહ્નિકા તપોત્સવ યોજાયો. પ.પૂ.આ.મ.શ્રી વર્ધમાન તપસ્વીશ્વરજીના દિવ્ય તપનું ઉજવણી, પ.પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના સાનિધ્યમાં હજારો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત. તપવદના, આયંબિલ, માસક્ષમણ સહિત ધાર્મિક કાર્યક્રમો. વિગતો જુઓ.