Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ₹1426 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે.

Gandhinagar September 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યો વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત ₹1426 કરોડના કામોનું લોકાર્પણ અને ₹3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે ₹60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ₹277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ₹251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ₹80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ₹23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ₹10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
સક્ષમ 2023નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
April 27, 2023

IOCL, HPCL,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએના સહયોગથી અમદાવાદમાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express