Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને મળશે ભેટ, ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર વડાપ્રધાન કરશે ઉતરાણ, રેસકોર્સમાં જનમેદની સંબોધશે

Rajkot July 26, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૭મી જુલાઈએ રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ- સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાનશ્રી આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે. 

રેસકોર્સ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.

આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી ડૉ. વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદશ્રી સી.આર. પાટીલ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયા, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, વન પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા
પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વશ્રી રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે. જ્યારે ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, સુશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી શામજીભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ પ્રકલ્પોની ઝાંખી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ

 રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.
 ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.
 રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.
 સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા.
 એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.
 ‘સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ તથા પેકેજ-૯નું કાર્ય રૂપિયા ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સંપન્ન
 આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે.
 ઉપરાંત રાજકોટ જિલ્લાના ૯૫ ગામના ૯૮ હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.
 ‘સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ની કામગીરી રૂપિયા ર૬૪.૯૬ કરોડના ખર્ચે સંપન્ન.
 પેકેજ-૮ દ્વારા ૪૨,૩૮૦ એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે ૧૦,૫૬૮ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત ૫૭ ગામોના ૭૫ હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.
 ‘સૌની’ યોજનાની લિન્ક-૩ના પેકેજ-૯ની કામગીરી રૂ.૧૨૮.૭૧ કરોડના ખર્ચે સંપન્ન.
 આ પેકેજ-૯ કાર્યાન્વિત થતાં ૩૮ ગામોના ૨૩ હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા ૧૦,૦૧૮ એકર જમીનને સિંચાઈની સુવિધાઓ મળતાં ધરતી હરિયાળી બનશે.

રાજકોટ મ.ન.પા.નાં વિવિધ વિકાસકાર્યો - (પાંચ કામોઃ રૂ.૨૩૪.૦૮ કરોડ)

(૧) કે.કે.વી.ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજ – રૂ.૧૨૯.૫૩ કરોડ

 રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં હયાત બ્રિજ ઉપર સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજ બનાવાયો.
 રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે, ૧.૧૫ કિલોમીટર લાંબા બ્રિજનું નિર્માણ.
 આ બ્રિજથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે.

(૨) ન્યારી-૧ ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી રો વોટર પહોંચાડવા માટે, રૂ.૪૧.૭૧ કરોડના ખર્ચે, ૧૨૧૯ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ.

 ૧૧ કિલોમીટર લંબાઈની આ પાઈપલાઈનથી ન્યારી-૧ ડેમથી રૈયાધાર સુધી અંદાજે ૮૦ એમ.એલ. પાણી વહન કરી શકાશે.
 આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને આ પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૩) રાજકોટના વેસ્ટ ઝોનના વોર્ડ નંબર-૧માં, અમૃત-૧ યોજના અંતર્ગત, રૈયાધાર ખાતે રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ.

 આ પ્લાન્ટની ક્ષમતા ૫૦ મિલિયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટની છે. ત્રીસ લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા.
 આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૪) રાજકોટના વોર્ડ નંબર-૧૮માં, અમૃત-૧ યોજના અંતર્ગત, કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.૨૪.૭૨ કરોડના ખર્ચે નિર્માણ.

 આ પ્લાન્ટથી વોર્ડ નંબર ૧૮ અને ૧૨ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજિત બે લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે.

(૫) વોર્ડ નંબર-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ.

 ૧૫૯૬ ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ.
 વિવિધ ભાષામાં વિવિધ વિષયોના ૩૩ હજાર પુસ્તકો, ૨૦૦ જેટલા મેગેઝીન્સ તથા ૨૦ જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. ઉપરાંત ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

વાવાઝોડા કે આપત્તિના સમયે નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત
વાવાઝોડા કે આપત્તિના સમયે નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત
February 14, 2024

વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express