Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ.

Ahmedabad June 03, 2023
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ. જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર્યાવરણ જાગરૂકતા અને વનસ્પતિ તથા વન્યજીવના સંરક્ષણ પર સતત કાર્ય કરી રહી છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes - MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવશે. જે અંતર્ગત ગુજરાતના ૧૧ જિલ્લાઓની અંદાજિત ૨૫ સાઇટ્સ પરથી પણ શુભારંભ કરવામાં આવશે. આ ૧૧ જિલ્લાઓમાં  અમદાવાદ,આણંદ,કચ્છ,જામનગર, દેવભૂમિ દ્વારકા,નવસારી,ભરૂચ, ભાવનગર,મોરબી,વલસાડ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં MISHTI કાર્યક્રમ હેઠળ મંત્રીમંડળના સભ્યો સહિત અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે.

આગામી તા. ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પણ વિવિધ સ્થળોએ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે. જેનો હેતું રાજ્યના સમસ્ત નાગરિકોને પર્યાવરણના મહત્વથી અવગત કરાવીને પર્યાવરણના સંવર્ધનમાં વધારો કરવાનો છે. જેના માટે સરકાર કટિબદ્ધ છે.

મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (MISHTI) કાર્યક્રમમાં જૈવવિવિધતા, કાર્બન સ્ટોક,પર્યાવરણીય પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક પેદા કરવા તથા મેન્ગ્રુવના શ્રેષ્ઠ ઉપયોગ સહિત વેટલેન્ડ્સના અનન્ય સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.MISHTI ના અન્ય ઉદ્દેશ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા વૃક્ષારોપણની તકનીકો,સંરક્ષણ પગલાં, વ્યવસ્થાપન પ્રણાલીઓ અને સંસાધનોનું એકત્રીકરણ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ (ચેર) કેટલી અગત્યતની ભૂમિકા ભજવી શકે છે તેને ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે.ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે.

મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં પાડે છે.મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.સ્થાનિક લોકોને બળતણ,ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.

આ કાર્યક્રમમાં “મિશનલાઇફ” નો સંદેશ આપી તે અંગેની પ્રતિજ્ઞા પણ મહા નુભાવોના હસ્તે લેવડાવવામાં આવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
gandhinagar
June 04, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. 

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
rajpipla
June 04, 2025

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો
ahmedabad
June 04, 2025

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.

Braking News

દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
September 15, 2023

પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express