પ્રધાનમંત્રી કાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શહડોલ જિલ્લાના પાકરિયા ગામની મુલાકાત લેશે અને ગામના વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરશે, રાજ્યભરના લગભગ 3.57 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે, ગોંડવાનાની 16મી સદીની હિંમતવાન રાણી દુર્ગાવતીનું સન્માન કરશે
પ્રધાનમંત્રી બપોરે 3:30 કલાકે શાહડોલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરશે. તે લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું પણ વિતરણ કરશે. આ મિશનનો ઉદ્દેશ્ય ખાસ કરીને આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગ દ્વારા ઉદભવતા ગંભીર સ્વાસ્થ્ય પડકારોને સંબોધવાનો છે. આ પ્રક્ષેપણ 2047 સુધીમાં જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સિકલ સેલ રોગને નાબૂદ કરવાના સરકારના ચાલુ પ્રયાસોમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ હશે. રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023માં કરવામાં આવી હતી. દેશના 17 ઉચ્ચ કેન્દ્રિત રાજ્યો જેવા કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ
બંગાળ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તરાખંડના 278 જિલ્લાઓમાં
આ લાગુ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરશે. રાજ્યભરમાં શહેરી સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને વિકાસ વિભાગો ખાતે આયુષ્માન કાર્ડના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્માન કાર્ડ વિતરણ અભિયાન એ કલ્યાણકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા દરેક લાભાર્થી સુધી પહોંચવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રાણી દુર્ગાવતીનું સન્માન કરશે, જેઓ 16મી સદીના મધ્યમાં ગોંડવાનાની રાણી હતી. તેણીને એક બહાદુર, નીડર અને હિંમતવાન યોદ્ધા તરીકે યાદ કરવામાં આવે છે જેણે મુઘલો સામે આઝાદી માટે લડત આપી હતી. એક અનોખી પહેલમાં, પ્રધાનમંત્રી સાંજે લગભગ 5 વાગ્યે શાહડોલ જિલ્લાના પાકરિયા ગામની મુલાકાત લેશે અને આદિવાસી સમુદાયના આગેવાનો, સ્વ-સહાય જૂથો, PESA [પંચાયતો (અનુસૂચિત વિસ્તારોનું વિસ્તરણ) અધિનિયમ, 1996] સમિતિઓ અને વિલેજ ફૂટબોલ ક્લબ્સના નેતાઓ અને કપ્તાન સાથે વાર્તાલાપ કરશે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.