Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈમાં કર્યો સુધારો, ટ્રસ્ટની મિલકતની અપસેટ વેલ્યુ જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ (DLVC) દ્વારા નિયત કરાશે.

Gandhinagar October 25, 2023
સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી કલમ ૩૬ હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી, જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા- બદલીની મંજૂરી આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

ટ્રસ્ટની કોઈપણ મિલકતની કોઈપણ પ્રકારે એટલે કે વેચાણ, ગીરો, વિનીયમ ભાડાપટ્ટે અથવા બક્ષિસના પ્રસંગે જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિના મિલકતની કિંમત અંગેનો રિપોર્ટ ફરજિયાત મેળવવાનો રહેશે. આ ઓનલાઇન ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ ૧૫૨૨ કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયાથી સાર્વજનિક ટ્રસ્ટોને વધુમાં વધુ લાભ થાય તે રાજ્ય સરકારનો હેતુ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી
ahmedabad
May 11, 2025

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી

"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."

મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે કર્યો ગુનો દાખલ – તાજા સમાચાર
ahmedabad
May 11, 2025

મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે કર્યો ગુનો દાખલ – તાજા સમાચાર

"ગોત્રીમાં લગ્નના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવાની ઘટનામાં પોલીસે આયોજક અને ડી.જે. સંચાલક સામે ગુનો દાખલ કર્યો. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને કાયદાકીય પગલાં."

અમરેલીમાં વીજળી-વરસાદનો તોફાન: ખેડૂતોની મુશ્કેલી વધી | તાજા હવામાન અપડેટ
ahmedabad
May 11, 2025

અમરેલીમાં વીજળી-વરસાદનો તોફાન: ખેડૂતોની મુશ્કેલી વધી | તાજા હવામાન અપડેટ

"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."  

Braking News

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સચિવો પાસેથી  વિસ્તૃત વિવરણ મેળવતા ભૂપેન્દ્ર પટેલ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સચિવો પાસેથી વિસ્તૃત વિવરણ મેળવતા ભૂપેન્દ્ર પટેલ
June 13, 2023

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી, આઠ જિલ્લાઓમાં કુલ ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર-૮૬૯ મીઠા અગરના ૬રર૯ અગરિયાઓને
પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express