Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ, જે એક ઔદ્યોગિક પેકેજિંગ કંપની છે અને પોલિમર આધારિત મોલ્ડેડ ઉત્પાદનો જેવાં કે કઠોર ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (IBC), પોલિમર ડ્રમ્સ અને એમએસ ડ્રમ્સના ઉત્પાદનમાં પોતાની કુશળતા માટે જાણીતી છે, તેણે પ્રસ્તાવિત રીતે શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફર ("ઑફર") સાથે જાહેર થવાની પોતાની યોજના જાહેર કરી છે.

Ahmedabad August 12, 2023
પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ, જે એક ઔદ્યોગિક પેકેજિંગ કંપની છે અને પોલિમર આધારિત મોલ્ડેડ ઉત્પાદનો જેવાં કે કઠોર ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (IBC), પોલિમર ડ્રમ્સ અને એમએસ ડ્રમ્સના ઉત્પાદનમાં પોતાની કુશળતા માટે જાણીતી છે, તેણે પ્રસ્તાવિત રીતે શુક્રવાર, 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફર ("ઑફર") સાથે જાહેર થવાની પોતાની યોજના જાહેર કરી છે. ઓફરના માધ્યમથી Rs 91.30 કરોડના ફ્રેશ ઈશ્યુ અને વેચનાર શેરહોલ્ડર દ્વારા અપર બેન્ડ પ્રાઇસ પર Rs 61.75 કરોડના વેચાણની ઑફરનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર એનએસઇ અને બીએસઇ પર સૂચિબદ્ધ થશે.

ઇક્વિટી શેર ફાળવણી:

 ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) - 27,66,000 ઇક્વિટી શેર્સ સુધી
 નૉન- ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) - 18,44,000 ઇક્વિટી શેર્સ સુધી
 રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII) - 46,10,000 ઇક્વિટી શેર સુધી

ઑફરમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ બાકી ઉધારની પુન:ચુકવણી અને/અથવા પૂર્વ ચુકવણી અથવા સંપૂર્ણ કે આંશિક ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ભંડોળ પૂરૂં પાડવા, સામાન્ય કોર્પોરેટ હેતુ અને ઓફર સંબંધિત ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. ઑફર 22મી ઑગસ્ટ, 2023ના રોજ બંધ થશે.ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ પીએનબી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસ લિમિટેડ અને ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ છે. આ ઓફરના રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિજયકુમાર અગ્રવાલે જણાવ્યું, “આ ઓફર અમારી જળવાઇ રહેલી સફરમાં નોંધપાત્ર રીતે સીમાચિહ્નરૂપ છે. અમારો ધ્યેય અમારા અનુભવની સંપત્તિને આધારે અમારા મૂલ્યવાન ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પહોંચાડવાનો છે. કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ભારત એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે અમે અમારા પેકેજિંગ સોલ્યુશન્સની માંગમાં સતત વધારો થવાની અપેક્ષા ધરાવીએ છીએ. ઑફરમાંથી ઉભી થયેલી મૂડી અમારી વૃદ્ધિને આગળ વધારવામાં અને અમને બજારહિસ્સો વધારવા માટે સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”

પીએનબી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મહેશ પેસવાની જણાવે છે, “કંપનીએ અગાઉના વર્ષોમાં સતત વૃદ્ધિ દર્શાવી છે અને પોતાના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ અને ભૂતકાળની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ઑફર ઉદ્યોગના સાથીઓની સરખામણીમાં આકર્ષક મૂલ્યાંકન રજૂ કરે છે. ઑફરમાંથી પેદા થયેલ ભંડોળ કંપનીને તેની વૃદ્ધિની વ્યૂહરચના અને બજાર હિસ્સાને આગળ વધારવા માટે સશક્ત બનાવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

SVIT ખાતે વંદે માતરમ @150 ની ઉજવણી
SVIT ખાતે વંદે માતરમ @150 ની ઉજવણી
November 08, 2025

ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ વર્ષ ૧૮૭૫માં રચાયાનું ગૌરવપૂર્ણ ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express