Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ક્વોલિટી પાવર ગ્રુપની મોટી ડીલ, વીરલ કંટ્રોલ્સમાં 76% સ્ટેક હસ્તગત

ક્વોલિટી પાવર ગ્રુપની મોટી ડીલ, વીરલ કંટ્રોલ્સમાં 76% સ્ટેક હસ્તગત

ક્વોલિટી પાવર ગ્રુપે વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76% હિસ્સો હસ્તગત કર્યો – હાઇ કરન્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં વિસ્તાર, હાઇડ્રોજન-ડિફેન્સ માટે ફાયદો.

Mumbai December 26, 2025
ક્વોલિટી પાવર ગ્રુપની મોટી ડીલ, વીરલ કંટ્રોલ્સમાં 76% સ્ટેક હસ્તગત

ક્વોલિટી પાવર ગ્રુપની મોટી ડીલ, વીરલ કંટ્રોલ્સમાં 76% સ્ટેક હસ્તગત

સાંગલી અને ગાંધીનગર : ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડે ગાંધીનગર સ્થિત કંપની વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યાની જાહેરાત કરી છે. વીરલ કંટ્રોલ્સ હાઇ કરન્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ પાવર કન્વર્ઝન સિસ્ટમ્સમાં ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે.

આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વરૂણેશ કુમાર દ્વારા 1993માં સ્થપાયેલી વીરલ કંટ્રોલ્સ હાઇ કરન્ટ રેક્ટિફાયર સિસ્ટમ્સ, લોકોમોટિવ અને ટ્રેક્શન પાવર કન્વર્ઝન ઇક્વિપમેન્ટ અને ડિફેન્સ ગ્રેડ પાવર ઇલેક્ટ્રોનિક્સની ડિઝાઇન તથા ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે. કંપની હાઇડ્રોજન ઉત્પાદન, રેલ્વે, હેવી ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂક્લિયર ફેસિલિટીઝ અને વ્યૂહાત્મક સંરક્ષણ સંસ્થાનોમાં ખૂબ જ માંગ ધરાવતી કામગીરી માટે ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર (IGBT) અને સિલિકોન કંટ્રોલર રેક્ટિફાયર (SCR) આધારિત રેક્ટિફાયર, કન્વર્ટર સ્ટેક્સ અને હાઇ કરન્ટ પાવર સપ્લાય પૂરા પાડે છે. વીરલ કંટ્રોલ્સે મિશન ક્રિટિકલ સિસ્ટમ્સનો અમલ કર્યો છે, જેમાં 72 kA સુધીના રેટેડ રેક્ટિફાયર પ્લેટફોર્મ, હાઇ વોલ્ટેજ પાવર ન્યુક્લિયર ગ્રેડ પાવર સપ્લાય અને ટ્રેક્શન કન્વર્ઝન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જ્યાં ઇલેક્ટ્રિકલ વિશ્વસનીયતા અને ચોક્કસપૂર્વકના કરન્ટ કંટ્રોલ આવશ્યક છે.

વ્યૂહાત્મક તર્ક

આ હસ્તાંતરણ મીડિયમ વોલ્ટેજ ઇન્ડસ્ટ્રીયલ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ક્વોલિટી પાવર ગ્રુપની હાજરીને વિસ્તારે છે તથા હાઇ કરન્ટ રેક્ટિફિકેશન અને પ્રોસેસ લેવલ પાવર કન્વર્ઝનમાં તેની ક્ષમતાઓને મજબૂત બનાવે છે. આ ટેક્નોલોજીઓ ગ્રુપના હાઇ વોલ્ટેજ ગ્રીડ ઇક્વિપમેન્ટ્સ, પાવર ક્વોલિટી સિસ્ટમ્સ અને FACTS સોલ્યુશન્સના હાલના પોર્ટફોલિયોને પૂરક બનાવે છે.

ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રો કેમિકલ પ્રોસેસિંગ, લોકોમોટિવ ટ્રેક્શન અને ડિફેન્સ પાવર સિસ્ટમ્સ જેવી કામગીરીઓમાં હાઇ કરંટ રેક્ટિફાયર ખૂબ મહત્વના છે. આ પ્લેટફોર્મ્સને એકીકૃત કરવાથી ક્વોલિટી પાવર વધુ વ્યાપક ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે તથા ટ્રાન્સફોર્મર્સ, રિએક્ટર, હાર્મોનિક ફિલ્ટર્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ સહિતની તેની  પ્રોડક્ટ્સ માટેની માંગ ઊભી કરે છે. આ ઇન્ટિગ્રેશન Endoks દ્વારા વીજ ગુણવત્તા ક્ષમતાઓને પણ મજબૂત બનાવે છે, જે ઔદ્યોગિક પાવર કન્વર્ઝનને એડવાન્સ્ડ હાર્મોનિક મિટિગેશન અને ડાયનેમિક કમ્પેન્શેશન સાથે જોડે છે.

ગ્રાહક આધાર અને અમલીકરણ ક્ષમતા

વીરલ કંટ્રોલ્સ વિવિધ ગ્રાહકોને સેવાઓ આપે છે જેમાં એબીબી/હિટાચી, ભેલ, બીએઆરસી, ભારતીય રેલ્વે, ભારતીય નૌકાદળ, હેવી વોટર બોર્ડ, ડીઆરડીઓ,  ટાટા પાવર, ટાટા સ્ટીલ, રિન્યુ પાવર વગેરેનો સમાવેશ થાય છે, જેમાં ભારત, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વમાં સપ્લાય કરવામાં આવતી સિસ્ટમોનો સમાવેશ થાય છે.

આ અંગે ક્વોલિટી પાવર ગ્રુપના ચીફ માર્કેટિંગ ઓફિસર મનુ અચુથને જણાવ્યું હતું કે “હાઇ કરન્ટ રેક્ટિફાયર્સ અને ટ્રેક્શન તથા ડિફેન્સ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં વીરલની કુશળતા ગ્રાહકોને પાવર કન્વર્ઝનના મામલે પ્રત્યક્ષપણે સેવાઓ પૂરી પાડવાની અમારી ક્ષમતાને મજબૂત બનાવે છે અને વિકસી રહેલા હાઇડ્રોજન, ટ્રેક્શન અને વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અમારી સુસંગતતાને વિસ્તારે છે.”

ભાવિ રૂપરેખા

વીરલ કંટ્રોલ્સ, ક્વોલિટી પાવર ગ્રુપની નાણાંકીય શક્તિ અને વૈશ્વિક પહોંચ દ્વારા સમર્થિત એન્જિનિયરિંગ સાતત્ય સાથે કામગીરી ચાલુ રાખશે. આ હસ્તાંતરણ ગ્રુપની શિસ્તબદ્ધ વૃદ્ધિ વ્યૂહરચના અને અમારી હાઇ વોલ્ટેજ અને હાઇ-પાવર ઇલેક્ટ્રોનિક્સ કુશળતા દ્વારા ઊર્જા સંક્રમણ પર લાંબા ગાળાના ધ્યાન સાથે સુસંગત છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

બિડેન તેના સૈનિકો પરના હુમલાથી નારાજ, ઈરાની મિલિશિયા જૂથો પર હુમલાનો આદેશ આપ્યો
બિડેન તેના સૈનિકો પરના હુમલાથી નારાજ, ઈરાની મિલિશિયા જૂથો પર હુમલાનો આદેશ આપ્યો
December 26, 2023

ઉત્તરી ઈરાકમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો સામે બદલો લેવાનો આદેશ આપ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express