Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.

Rajpipla February 26, 2026
એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

રાજપીપલા:  ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં માહે ડિસેમ્બર- ૨૦૨૫ અંતિત અનુસુચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ તેમજ ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ એક્ટ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-૨૦૧૩ અન્વયેની ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૫ ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

ગતરોજ યોજાયેલ બેઠક દરમિયાન ઓક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૫ અંતિત ત્રિમાસિક સમયગાળામાં થયેલ કામકાજ અને પડતર પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સમિતિ સમક્ષ રજૂ થયેલા તમામ પડતર કેસો, પ્રાપ્ત થયેલ ફરિયાદો તેમજ સરકારી યોજનાઓના લાભ અંગે પ્રાપ્ત અરજીઓની અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપતા જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શિતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે તેમજ તમામ કચેરીઓને ૧૦૦% ખર્ચ કરવા સૂચના આપવામાં આવી. એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં યોગ્ય કાર્યવાહી તથા ઝડપી નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. એસ. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી. આર. પટેલ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ નર્મદા શ્રી વી.વી.વસાવા સહિત
સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ
gandhinagar
February 26, 2026

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત
gandhinagar
February 26, 2026

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત

ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.

15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો
ahmedabad
February 26, 2026

15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું – મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ, પેન-રાઈટિંગ પેડ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

Braking News

રશિયામાં જંગલી બીચ પર હિંસક તોફાન, 22 ઘાયલ અને 7ના મોત
રશિયામાં જંગલી બીચ પર હિંસક તોફાન, 22 ઘાયલ અને 7ના મોત
July 30, 2023

એક ભયંકર વાવાઝોડાએ શાંત રશિયન બીચ પર પોતાનો પ્રકોપ ફેલાવ્યો, પરિણામે 7 લોકોના હૃદયને હચમચાવી દેનારો જીવ ગુમાવ્યો અને 22 ઘાયલ થયા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express