Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આરકે સ્વામી લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું

આરકે સ્વામી લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું

ક્રિએટિવ, મીડિયા, ડેટા એનાલિટિક્સ અને માર્કેટ રિસર્ચ સર્વિસીઝ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન પૂરા પાડતી સૌથી મોટી ભારતીય બહુમતી માલિકીની ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસીઝ પ્રોવાઈડર આરકે સ્વામી લિમિટેડે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સમક્ષ ફાઇલ કર્યું છે.

Mumbai August 14, 2023

કંપનીના આઈપીઓમાં રૂ. 2,150 મિલિયન સુધીના ફ્રેશ ઈશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 87,00,000 ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં શ્રીનિવાસન કે સ્વામી દ્વારા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, નરસિમ્હન કૃષ્ણસ્વામી દ્વારા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, ઈવેન્સ્ટન પાયોનિયર ફંડ એલ.પી. દ્વારા 44,45,714 સુધીના ઇક્વિટી શેર્સ અને પ્રેમ માર્કેટિંગ વેન્ચર્સ એલએલપી દ્વારા 6,78,100 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીના ભંડોળ માટે, ડિજિટલ વીડિયો કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપવા માટે કરવામાં આવનાર મૂડી ખર્ચના ભંડોળ પેટે, આરકે સ્વામી લિમિટેડ તથા મટિરિયલ સબસિડીઝ હંસા રિસર્ચ અને હંસા કસ્ટમર ઈક્વિટીના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં રોકાણના ભંડોળ માટે, નવા ગ્રાહક અનુભવ કેન્દ્રો અને કોમ્પ્યુટર સહાયિત ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કેન્દ્રો ઊભા કરવા માટે ભંડોળ પૂરું પાડવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

આરકે સ્વામી લિમિટેડ એ ભારતમાં સૌથી મોટી ભારતીય બહુમતી માલિકીની ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસ પ્રોવાઈડર છે, જે ક્રિએટિવ, મીડિયા, ડેટા એનાલિટિક્સ અને માર્કેટ રિસર્ચ સર્વિસીઝ માટે સિંગલ-વિન્ડો સોલ્યુશન ઓફર કરે છે. ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ કમ્યુનિકેશન્સ બિઝનેસ સેગમેન્ટમાં ક્રિએટિવ અને ડિજિટલ કન્ટેન્ટ, મીડિયા (ડિજિટલ સહિત), ઇવેન્ટ્સ અને એક્ટિવેશન પ્લાનિંગ, ખરીદી અને અમલીકરણ તથા પબ્લિક રિલેશન્સ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ફાર્માસ્યુટિકલ કમ્યુનિકેશન સહિત અન્યનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, આરકે સ્વામી લિમિટેડે વિવિધ મીડિયા આઉટલેટ્સમાં ક્લાયન્ટ્સ વતી 818થી વધુ ક્રિએટિવ કેમ્પેઈન્સ બહાર પાડ્યા હતા, 97.69 ટેરાબાઈટથી વધુ ડેટા હેન્ડલ કર્યા અને ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ અને ટેલિફોનિક સર્વેમાં 2.37 મિલિયનથી વધુ કસ્ટમર કન્ઝ્યુમર ઈન્ટરવ્યૂઝ હાથ ધર્યા હતા. 2,391 કર્મચારીઓ દ્વારા પૂરી પડાતી સોલ્યુશન્સ અને ઓફરિંગની સર્વિસીઝ 12 ઓફિસો અને 12 ફિલ્ડ લોકેશનમાં 12 શહેરોમાં, ત્રણ બિઝનેસ સેગમેન્ટમાં ફેલાયેલી છે.

એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

બિલ ગેટ્સ સચિન તેંડુલકર સાથે ભાગીદારી કરવા માંગે છે
બિલ ગેટ્સ સચિન તેંડુલકર સાથે ભાગીદારી કરવા માંગે છે
March 01, 2023

બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમમાં ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે બિલ ગેટ્સને મળ્યા હતા. સચિન તેંડુલકરે મીટિંગ પછી થોડા ચિત્રો સાથે એક મહાન પોસ્ટ લખી હતી. બિલ ગેટ્સે પણ આ પદને રીટ્વીટ કર્યું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express