Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતામાં 3 ગણી વૃદ્ધિ થશે અને અમદાવાદ જંકશન પરનું દબાણ ઘટશે.

Ahmedabad February 28, 2026
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

માનનીય કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ આજે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈ કાર્યની પ્રગતિ, એલાઇનમેન્ટ તથા પ્રસ્તાવિત આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ અને વિગતવાર સમીક્ષા કરી. આ અવસરે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક સહિત અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

નિરીક્ષણ દરમિયાન પરિયોજનાની મુખ્ય સંરચના, સંચાલન વ્યવસ્થા તેમજ ભવિષ્યની આવશ્યકતાઓને અનુરૂપ વિકસાવવામાં આવતી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અમદાવાદ સુધીના પ્રસ્તાવિત ચૌહરીકરણ (ક્વાડ્રપલિંગ) કાર્યની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી, જેના પરિણામે ભવિષ્યમાં યાત્રી ટ્રેનોના સંચાલનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાશે.

વટવા મેગા કોચિંગ ટર્મિનલ ભારતીય રેલવેની એક મહત્વપૂર્ણ અવસંરચના પરિયોજના છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ જંકશન પર વધતા સંચાલન દબાણને ઘટાડવાનો અને આધુનિક, સુરક્ષિત તથા કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે.

પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ:

• ટર્મિનલની કુલ પ્રસ્તાવિત લંબાઈ આશરે 3 કિલોમીટર છે.
•      ટર્મિનલમાં 12 પિટ લાઇનો વિકસાવવામાં આવશે. જેનાથી

 ટ્રેનોના પ્રાથમિક મેન્ટેનન્સ સુચારુ રીતે કરી શકાશે

• 29 સ્ટેબલિંગ લાઇનો રેકની સુરક્ષિત પાર્કિંગ માટે ઉપલબ્ધ રહેશે.
• રેકની સફાઈ માટે 2 વોશિંગ લાઇનો પ્રસ્તાવિત છે.
• ખરાબ કોચોની મરામત માટે 600 મીટર લંબાઈની 2 સિક લાઇનો વિકસાવવામાં આવશે.
• યાત્રી સુવિધાને ધ્યાનમાં રાખીને 6 નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે, જેના  પરિણામે ટર્મિનલ પર કુલ પ્લેટફોર્મની સંખ્યા 9 થશે.

માનનીય મંત્રીએ ભવિષ્યમાં વધતી સંચાલન આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પિટ લાઇનો તથા સ્ટેબલિંગ લાઇનોની સંખ્યામાં વધુ વધારો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી.

સંચાલન ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ

પરિયોજનાનું સંપૂર્ણ સંચાલન શરૂ થયા બાદ:

• પ્રતિદિન 36 જોડી ટ્રેનોનું પ્રાથમિક મેન્ટેનન્સ શક્ય બનશે.
• 15 ટ્રેનોને પ્લેટફોર્મ રિટર્ન સુવિધા ઉપલબ્ધ થશે.
• કુલ મળીને 51 ટ્રેનોનું સંચાલન આ ટર્મિનલથી કરી શકાશે.

આ પરિયોજનાથી અમદાવાદ મંડળની કુલ સંચાલન ક્ષમતામાં આશરે 3 ગણી વૃદ્ધિ થવાની સંભાવના છે.

વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજના ભારતીય રેલવેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, સંચાલન કાર્યક્ષમતા વધારવા તથા યાત્રીઓને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજના ભવિષ્યની વધતી મુસાફરી અને પરિવહન આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ
ahmedabad
February 28, 2026

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ 34 વર્ષની પ્રશંસનીય સેવા બાદ વય નિવૃત્ત થયા છે. ગાંધીનગર ખાતે સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ
ahmedabad
February 28, 2026

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપવા માટે નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી.

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી
ahmedabad
February 27, 2026

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.

Braking News

ઓડિશાના વ્યક્તિની રૂ. 15,000 કરોડના GST ફ્રોડ કેસમાં ધરપકડ
ઓડિશાના વ્યક્તિની રૂ. 15,000 કરોડના GST ફ્રોડ કેસમાં ધરપકડ
August 12, 2024

નોઇડાના જંગી GST ફ્રોડ કેસની તપાસ, જેમાં રૂ. 15,000 કરોડથી વધુનો સમાવેશ થાય છે, આરોપીઓની યાદી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વિસ્તરી રહી છે. છેતરપિંડી, તેના પ્રકારની સૌથી મોટી પૈકીની એક, 2,600 નકલી કંપનીઓ બનાવીને કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express