Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો

રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો

30 ડિસેમ્બર 2025ના રોજ આદરજ મોટી-વિજાપુર રેલ ખંડ પર 120 કિમી સ્પીડ ટ્રાયલ – ગેજ પરિવર્તન પૂર્ણ, રેલ ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો.

Ahmedabad December 29, 2025
રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો

રેલવે અપીલ: આદરજ મોટી-વિજાપુર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આદરજ મોટી–વિજાપુર રેલ ખંડ (39.75 કિમી)નું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડ હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત થઈ આધુનિક, સુરક્ષિત અને કાર્યક્ષમ રેલ સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ખંડનું સુરક્ષા નિરીક્ષણ (સેફ્ટી ઇન્સ્પેક્શન) રેલ સુરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા 29 અને 30 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી રહ્યું છે.

આદરજ મોટી–વિજાપુર સેકશનમાં નવી પરિવર્તિત બ્રોડ ગેજ રેલવે લાઇન પર તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ 120 કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે.
આમ જનતા, મજૂરો, ખેડૂતો અને સ્થાનિક નિવાસીઓને વિશેષ વિનંતી છે કે તેઓ રેલવે ટ્રેકની નજીક ન જાય, કોઈપણ પરિસ્થિતિમાં ટ્રેક પાર ન કરે તથા બાળકો અને પશુઓને રેલ લાઇનથી દૂર રાખે.

આ રેલ ખંડમાં કુલ 01 મેજર બ્રિજ, 44 માઇનર બ્રિજ અને 35 રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલ ખંડમાં આદરજ મોટી, રાંધેજા, ઉનાવા–વાસન, મકાખડ, લોદરા અને વિજાપુર સ્ટેશનો સામેલ છે. ગેજ પરિવર્તન બાદ ટ્રેનોના સંચાલનમાં સંરક્ષા, સમયપાલન અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. આ માર્ગ દ્વારા યાત્રીઓને દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે સીધી બ્રોડ ગેજ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.

આદરજ મોટી હાલ એક વર્તમાન દ્વિ-ગેજ જંકશન સ્ટેશન છે, જ્યાંથી આદરજ મોટી–ગાંધીનગર–અમદાવાદ(બ્રોડ ગેજ)અને આદરજ મોટી–કડી–કટોસણ (બ્રોડ ગેજ) લાઇનો જોડાયેલી છે. ગેજ પરિવર્તન પહેલાં આદરજ મોટી–વિજાપુર એક અલગ મીટર ગેજ ખંડ હતો, જે હવે બ્રોડ ગેજમાં પરિવર્તિત થઈ એકીકૃત રેલ નેટવર્કનો ભાગ બની ગયો છે.

આ ગેજ પરિવર્તન પ્રોજેક્ટથી આદરજ મોટી–વિજાપુર વચ્ચે એકીકૃત બ્રોડ ગેજ રેલ પ્રણાલી ઉપલબ્ધ થશે. તેના પરિણામે વિસ્તારમાં રોજગારના નવા અવસર સર્જાશે, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને વેગ મળશે તેમજ પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને ઝડપી રેલ સંપર્ક સુનિશ્ચિત થશે. સુધારેલી પરિવહન સુવિધાઓથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જેના કારણે પ્રદેશીય આર્થિક એકીકરણ વધુ મજબૂત બનશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

AICCના સભ્ય વશિસ્ટે પંજાબ સરકારને ડૉ. મનમોહન સિંઘના માનમાં હોશિયારપુર કોલેજનું નામ બદલવાની વિનંતી કરી
AICCના સભ્ય વશિસ્ટે પંજાબ સરકારને ડૉ. મનમોહન સિંઘના માનમાં હોશિયારપુર કોલેજનું નામ બદલવાની વિનંતી કરી
January 03, 2025

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્ય અને સુપ્રીમ કોર્ટના વકીલ વીરેન્દ્ર વશિસ્તે પંજાબ સરકારને હાર્દિક અપીલ કરી છે અને તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના માનમાં હોશિયારપુરમાં એક કૉલેજનું નામ બદલવાની વિનંતી કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express