જાહેરમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પડતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ જુગાર / દારૂની બદિઓ દુર કરવા માટે સધન પેટ્રોલિંગ રાખી સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના.
રાજુલા ટાઉન વિસ્તારમાંથી ભારત - પાકિસ્તાન મેચમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જાહેરમાં મોબાઇલ ફોનથી જુગાર રમતા એક ઈસમને રોકડ રૂ, ૧૧૧૨૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ, ૨૬૧૨૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણ ના પાત્ર કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લામાં ઓમા જુગાર / દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ જુગાર / દારૂની બદિઓ દુર કરવા માટે સધન પેટ્રોલિંગ રાખી સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે સબબ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. કુગસિયા સાહેબ ના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમે રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા ટાઉન માં વૈભવ હોટલ પાસે પોતાના આર્થિક ફાયદા સારૂ એશીયા કંપની ક્રિકેટ ટુર્નામેન્ટ મેચમા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચમાં પર્સનલ લીંક તથા આઈડી પાસવર્ડ થી જાહેરમાં મોબાઇલ થી હાર - જીતનો કિકેટ સટ્ટોનો જુગાર રમતો હોય જેને રોકડા રૂ, ૧૧૧૨૦/- તથા મોબાઇલ ફોન નંગ - ૧ કિ. રૂ, ૧૫૦૦૦/- મળી કુલ કિ. રૂ, ૨૬૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજુલા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૧૨(એ) હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.
પકડાયેલ આરોપી દિનેશ મોહનભાઈ રામચંદાણી ઉ.વ. ૩૦ ને પકડી પાડતી રાજુલા ટીમ આ કામગીરી માં રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. એસ. કુગસિયા સાહેબ ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ના અના. એ.એસ.આઇ. જયરાજભાઈ જેતુભાઈ વાળા, તથા અના. હેડકોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ સુરગભાઈ બસીયા, તથા અના. હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, તથા પો. કોન્સ્ટેબલ મહેશભાઈ ગણેશભાઈ બારૈયા, તથા ટાઉન બિટના અના. હેડકોન્સ્ટેબલ રાણાભાઇ કાબાભાઈ વરૂ તથા રાજુલા પોલીસ સ્ટાફ ના ઓ દ્વારા આરોપી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."