ઈમ્ફાલમાં લગ્ન કર્યા બાદ રણદીપ હુડા-લિન મુંબઈમાં આપશે ભવ્ય રિસેપ્શન
રણદીપ હુડ્ડાના લગ્નની તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી. હવે લીન અને રણદીપના લગ્નના રિસેપ્શનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. આ બંને સ્ટાર્સ આ મહિને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજશે. આ રિસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓને આમંત્રિત કરવામાં આવશે.
Randeep Hooda Lin Wedding Reception: રણદીપ હુડા અને લિન લેશરામે 29 નવેમ્બરના રોજ ઈમ્ફાલ, મણિપુરમાં પરંપરાગત રીત-રિવાજો સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ બંને કપલ મુંબઈ પરત ફર્યા અને એરપોર્ટ પર જોરદાર પોઝ આપ્યો. આ બંને સ્ટાર્સે નજીકના પરિવારના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. પરંતુ હવે રણદીપ અને લિન મુંબઈમાં તેમના શાહી લગ્નની પાર્ટી આપવા જઈ રહ્યા છે અને તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ બંને સ્ટાર્સ આ મહિનાની 11 તારીખે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણદીપ અને લિન લેશરામ 11 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. મીડિયાના અહેવાલ મુજબ, આ બંને સ્ટાર્સે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
રણદીપ હુડ્ડા અને લીન લેશરામના પરિવારના સભ્યો ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ તેમાં ભાગ લેશે. જો કે, મુંબઈમાં આ રિસેપ્શન ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી વેન્યુ જાહેર કરવામાં આવ્યું નથી. અભિનેતાના ગેસ્ટ લિસ્ટમાં કોણ કોણ છે તેની કોઈ માહિતી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ ભવ્ય રિસેપ્શનમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવી શકે છે.
કેટલાક લોકો ઉર્વશી રૌતેલાના ફર્સ્ટ લુકને શાલિની પાસીની નકલ પણ કહી રહ્યા છે. પરંતુ આટલા મોંઘા અને સુંદર ગાઉન અને જ્વેલરી સાથે રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ અને સ્ટાઇલ બતાવનાર ઉર્વશી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
બોલિવૂડ ફિલ્મો તેમની સ્ટોરી તેમજ ગીતો માટે ખૂબ પ્રખ્યાત છે. મોટાભાગની બોલિવૂડ ફિલ્મોમાં ઓછામાં ઓછા 2-4 ગીતો હોય છે. પણ શું તમે તે ફિલ્મ વિશે જાણો છો જેમાં 8-10 નહીં પણ 72 ગીતો હતા અને તે બધા જ હિટ થયા હતા.
Sitaare Zameen Par Trailer: આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. 'સિતાર જમીન પર' 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.