રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ
૩૭ ટીમો દ્વારા જંતુનાશક દવાનાં કુલ ૮૪ નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં ૭ નમુનાઓ મળી કુલ ૯૧ નમુનાઓ લેવાયા, ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ,અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો ૫૧,૪૨૬ કિગ્રા/લિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો.
રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ ૯૧ નમુનાઓ લેવાયા છે અને તે પૈકી ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યનાં કુલ ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવાનાં ઉત્પાદક એકમોમાં ઓચીંતી તપાસ કરવા માટે સ્ક્વોર્ડની રચના કરી કુલ ૩૭ અધિકારીશ્રીઓને આકસ્મિક તપાસની કામગીરી સોંપવામાં આવી હતી. આ સ્ક્વોર્ડ દ્વારા તા.૭ અને ૮ ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં કુલ ૩૨૦ જંતુનાશક દવા ઉત્પાદક એકમોમાં તપાસ કરવામાં આવી. જે દરમ્યાન જંતુનાશક દવાનાં કુલ ૮૪ નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં ૭ નમુનાઓ મળી કુલ ૯૧ નમુનાઓ લેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આ ઓચિંતી તપાસ દરમિયાન જોવા મળેલી વિવિધ પ્રકારની વિસંગતતા અનુસંધાને વિવિધ ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપવામાં આવી છે તેમજ અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો ૫૧,૪૨૬ કિગ્રા/લિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. ચાલુ ખરીફ ઋતુમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ સમય અંતરે આયોજન કરવામાં આવનાર છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."