રેપિડોએ જીયોસિનેમા આઈપીએલ સ્ટ્રીમિંગ પર ‘Bike Wali Taxi Sabse Saxi’ કેમ્પેઈન લોન્ચ કર્યું
આ કેમ્પેઈન ગીચ અને ભરચક ટ્રાફિકવાળા શહેરોમાં વ્યવહારુપણા, આરામ અને કિફાયતી બાઇક-ટેક્સીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
નવી દિલ્હી : રેપિડોએ તેનું 360 ડિગ્રી ‘Bike Wali Taxi, Sabse Saxi’ કેમ્પેઈન લોન્ચ કર્યું છે જેનો હેતુ ઈ-મોબિલિટી સ્પેસમાં આ કેટેગરી માટે લાંબા ગાળા માટે વિચારણા
કરવાનો છે. ‘Bike Wali Taxi, Sabse Saxi’ કેમ્પેઈન રેપિડો બાઈક-ટેક્સીને તેની મુખ્ય ઓફરિંગ - સગવડતા, ઝડપ અને કિફાયતીપણાને ઉજાગર કરીને રોજિંદી મુસાફરી માટેના અંતિમ ઉકેલ તરીકે રજૂ કરે છે.
જોશભરી ધૂન અને ‘સ્વેગ’ સાથે આ ફિલ્મ બ્રાન્ડની કૂલનેસમાં વધારો કરે છે.એનોરમસ દ્વારા બનાવવામાં આવેલા કેમ્પેઈનમાં ચાર ફિલ્મોનો સમાવેશ થાય છે જે રેપિડો બાઇક-ટેક્સીને વિવિધ પરિસ્થિતિઓમાં એક સ્માર્ટ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવી છે. પહેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જ્યાં ભીડભાડવાળી બસની સમસ્યાઓ સામે બાઇક-ટેક્સી સર્વિસ રજૂ કરવામાં આવી છે.
બાકીની ફિલ્મો આગામી સપ્તાહોમાં રિલીઝ થશે.ડિજિટલ-ફર્સ્ટ અભિગમ સાથે પહેલી વખત રેપિડોએ ઓટીટી પ્લેટફોર્મ જીયોસિનેમા સાથે હાથ મિલાવ્યા છે. પ્લેટફોર્મ પર આઈપીએલની પહોંચ અને ફ્રિકવન્સીનો લાભ લેતાં જીયોસિનેમા લીડ ચેનલ તરીકે સર્વિસ આપે છે. ત્યારબાદ એમ્પ્લીફિકેશન માટે ટીવી અને રિકોલ ચેનલ તરીકે OOH આવશે.
રોજબરોજની મુસાફરીના પડકારોને ઉકેલવા અને પોતાના ગ્રાહકો માટે મુસાફરીના અનુભવોને બહેતર બનાવવા માટે રેપિડોની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કંપની સમગ્ર ભારતમાં 100થી વધુ
શહેરોમાં રોજ 10 લાખ રાઈડ્સ પૂર્ણ કરીને અસરકારક સોલ્યુશન પૂરા પાડે છે. પીક ટ્રાફિક અવર્સ દરમિયાન તેના કિફાયતીપણા, ઇંધણનો બચાવ અને સમય બચાવતી સર્વિસીઝ માટે આ બ્રાન્ડ
પહેલેથી જ લોકોમાં એક લોકપ્રિય વિકલ્પ બનીને ઊભરી છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.