Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે પાંચ દિવસ ગ્રામીણક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવશે : તાલીમી ઓફિસર્સ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે.

Ahmedabad August 22, 2023
મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

રાજપીપલા  : ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે
તાલીમ લઈ રહેલા ૧૪ જેટલા IAS ટ્રેનર ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આગામી તા.૨૬મી ઓગષ્ટથી પધારનાર છે. જિલ્લામાં આવી રહેલા તાલીમી અધિકારીઓના અતિથિ સત્કાર, ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા સહિત રોકાણ અને મુલાકાત સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થા માઈક્રો પ્લાનિંગ અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાં આવનારા તાલીમી ઓફિસર્સ “ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે રોકાણ કરી આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. ૨૬મી ઓગસ્ટથી ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન ડુમખલ અને સામોટમાં રહીને વનરાજીનું નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે. જિલ્લામાં આ તાલીમી ઓફિસર્સના આગમન સંદર્ભે રોકાણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા, આવા-ગમન માટે જરૂરી વાહનોની વ્યવસ્થા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જિલ્લાના વન વિસ્તારોની મુલાકાત, એડવેન્ચર અંગેની આનુષાંગિક વ્યવસ્થાઓના માઈક્રો પ્લાનિંગ સહિત સુચારુ ટાઈમ ટેબલ ગોઠવવા અંગે જેમને જવાબદારી સોંપાઈ છે તેવા જિલ્લાના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવા સાથે ઓફિસર્સની સુરક્ષા પર કલેક્ટરશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નીરજકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર,
કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના શ્રી એસ.એચ.મોદી, દક્ષિણ ગુજરાત વીજ કંપની-રાજપીપલાના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ટી.પ્રજાપતિ, દેડિયાપાડના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, એ.આર.ટી.ઓ. નર્મદા શ્રીમતી નિમિષા પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ વસાવા, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયા, દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી સેજલ સંગાડા સહિત સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

કોંગ્રેસ યુપીમાં રાયબરેલી, અમેઠી અને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસ યુપીમાં રાયબરેલી, અમેઠી અને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે
February 22, 2024

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના પર નવીનતમ અપડેટ્સનું અન્વેષણ કરો. રાયબરેલી, અમેઠી અને વારાણસી સહિતની મુખ્ય લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાના પક્ષના નિર્ણયની આંતરદૃષ્ટિ મેળવો. આગામી ચૂંટણીઓને આકાર આપતી રાજકીય ગતિશીલતા વિશે માહિતગાર રહો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express